Get The App

હાઉસીંગ બોર્ડમાં મકાનની લાલચ આપી છેતરપિડી કરનાર બે ભાઇ ઝડપાયા

૨૦થી વધુ લોકો સાથે છેતરપિંડી આચર્યાનું ખુલ્યું

હાઉસીંગ બોર્ડના મકાન ફાળવણીના બનાવટી પત્ર બનાવનાર યુવકની પણ આનંદનગર પોલીસે ધરપકડ કરી

Updated: Jul 5th, 2025

GS TEAM

Google News
Google News
હાઉસીંગ બોર્ડમાં મકાનની લાલચ આપી  છેતરપિડી કરનાર બે  ભાઇ ઝડપાયા 1 - image

અમદાવાદ,શનિવાર

ગુજરાત હાઉસીંગ બોર્ડમાં  સસ્તામાં મકાન અપાવવાનું કહીને ૨૦થી વધુ લોકો સાથે લાખોની છેતરપિંડી કરવાના કેસમાં ફરાર બે ભાઇઓને પોલીસે ઝડપી લીધા હતા. તેમની પુછપરછમાં છેતરપિંડીના આ કૌભાંડમાં તેમને હાઉસીંગ બોર્ડના મકાન ફાળવણીના બનાવટી પત્ર તૈયાર કરી આપનાર યુવકની સંડોવણી ખુલતા પોલીસે તેની પણ ધરપકડ કરી છે. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં પોલીસે કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે.

ચાંદલોડીયામાં આવેલા ઘનશ્યામ કોમ્પ્લેક્સમાં રહેતા રવિ ભારદ્વાજ તેમજ અન્ય એક વ્યક્તિ સાથે આનંદનગરમાં આવેલા આશાકિરણ ફ્લેટમાં રહેતા વિશાંત શાહ અને વંદિત શાહ તેમજ પૂર્વ શાહે (ઓલીવ ગ્રીન્સ, ગોતા) ગુજરાત હાઉસીંગ બોર્ડમાં  ઓછી કિંમતમાં ફ્લેટ અપાવવાનું કહીને કુલ ૧૦ લાખની રોકડ લઇને છેતરપિંડી આચરી હતી. જે કેસમાં આનંદનગર પોલીસે અગાઉ પૂર્વ શાહની ધરપકડ કરીને તેેને જેલ હવાલે કર્યો હતો.

જ્યારે પોલીસ ઇન્સ્પેક્ટર બી કે ભારાઇએ ગત ૧લી જુલાઇએ બાતમીના આધારે વિશાંત શાહ અને વંદિત શાહની ધરપકડ કરીને પાંચ દિવસના રિમાન્ડ મેળવીને પુછપરછ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે બંને ભાઇઓ જોન્ટી સેજા (પાલડી નારાયણનગર રોડ પર આવેલા શાંકુતલ  ફ્લેટસ) પાસેથી ગુજરાત હાઉસીંગ બોર્ડ ખોટા મકાન ફાળવણી પત્ર અને નાણાં લીધાની રીસીપ્ટ તૈયાર કરાવ્યા હતા.   જેથી આ બાતમીના આધારે પોલીસે જોન્ટી સેજાની પણ ધરપકડ કરી હતી. પોલીસને આરોપીઓની વધુ પુછપરછમાં જાણવા મળ્યું હતું કે આરોપીઓએ ૨૦ થી વધુ લોકો સાથે મકાન ફાળવણીની મોડ્સ ઓપરેન્ડી દ્વારા લાખોની છેતરપિંડી આચરી હતી. જે અનુસંધાનમાં ક્રાઇમબ્રાંચ તેમજ અન્ય પોલીસ સ્ટેશનમાં અરજીઓ પણ કરવામાં આવી છે.

Tags :