આણંદના તારાપુર-વટામણ હાઇવે પર અકસ્માત, કારની ટક્કરે ભોળાદ ગામના બાઈકસવાર 2 યુવકના મોત
Accident In Anand: ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. આજે (30 મે) આણંદના તારાપુરમાં તારાપુર-વટામણ હાઈવે પર કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અક્સ્માત સર્જાયો હતો. જેમાં બાઈકસવાર 2 યુવકોના કરૂણ મૃત્યુ નીપજ્યાં હતા.
પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી
મળતી માહિતી અનુસાર, તારાપુર-વટામણ હાઇવે પર ફતેપુરા ચોકડી નજીક ગંભીર અક્સ્માતની ઘટના બની છે. કારની ટક્કરે બાઈક પર સવાર બે યુવકોના મોત થયા છે. બન્ને મૃતક ભોળાદ ગામના વતની છે. આ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.