Gujarat

વાડો ઈન્ડિયા નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં આણંદની માહિયા ગઢવીને બ્રોન્ઝ મેડલ મળ્યો

By GS TEAM
9 Dec 20251 min read
વાડો ઈન્ડિયા નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં આણંદની માહિયા ગઢવીને બ્રોન્ઝ મેડલ મળ્યો

- વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલી 

આણંદ : વડોદરામાં યોજાયેલી ૮મી વાડો ઈન્ડિયા નેશનલ કરાટે ચેમ્પિયનશિપ ૨૦૨૫માં આણંદની માહિયાએ બ્રોન્ઝ મેડલ મેળવીને ગૌરવ અપાવ્યું છે. તેમજ વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની છે. 

વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ૭ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ યોજાયેલી વાડો ઇન્ડિયન નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં દેશભરના પ્રતિભાશાળી ખેલાડીઓ વચ્ચે તગડી ટક્કર જોવા મળી હતી. ઈન્ટરનેશનલ વાડો ફેડરેશન ઈન્ડિયા દ્વારા આયોજિત આ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ઇન્ડિવિડયુઅલ કાતા, ઇન્ડિવિડયુઅલ કૂમિટે અને ચેમ્પિયન ઓફ ચેમ્પિયન્સ જેવી કેટેગરીઓ હેઠળ સ્પર્ધાઓ યોજાઈ હતી.

આ સ્પર્ધામાં દેશના અનેક રાજ્યોથી સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં આણંદની માહિયા ગઢવીએ ઉત્તમ પ્રદર્શન સાથે ચેમ્પિયનશિપ પોતાના નામે કરી બ્રોન્ઝ મેડલ મેળવ્યું છે. ટુર્નામેન્ટમાં વિજેતાઓને મેડલ અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ જીત સ્થાનિક ખેલાડીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની છે અને ભવિષ્યમાં માહિયા વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર તેજસ્વી પ્રદર્શન કરશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે.