રેલવે મુસાફરો નોંધ લેજો: આવતીકાલે આણંદ-ગોધરા સેક્શનમાં બ્લોક, મેમૂ ટ્રેન રદ, અનેક મોડી પડશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Anand Godhra Railway Block: પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગ દ્વારા આણંદ-ગોધરા રેલવે ખંડમાં મેન્ટેનન્સ અને પુનર્નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. ડાકોર અને ઠાસરા સ્ટેશન વચ્ચે ડાઉન લાઇન પર આવેલા બ્રિજ નંબર 51ના પુનર્નિર્માણ માટે આવતીકાલે તા. 16 મે, શનિવારના રોજ ટ્રાફિક બ્લોક લેવાનો નિર્ણય લેવાયો છે.
કઈ ટ્રેનોને થશે અસર?
બ્રિજની કામગીરીને કારણે આ રૂટ પર ચાલતી મેમૂ ટ્રેનોના સંચાલન પર અસર પડશે.
ટ્રેન નં. 69189 (આણંદ-ગોધરા મેમૂ): આ ટ્રેન આવતીકાલે સંપૂર્ણપણે રદ રહેશે.
ટ્રેન નં. 69147 (આણંદ-ગોધરા મેમૂ): આ ટ્રેનને નિર્ધારિત સમય કરતાં 15 મિનિટ માટે મોડી કરવામાં આવશે.
મુસાફરોને રેલવે વિભાગની અપીલ
રેલવે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે, શનિવારે આ રૂટ પર મુસાફરી કરનારા લોકોએ પહેલા ટ્રેનનું સ્ટેટસ ચેક કરી લેવું. ટ્રેનોના સમય, સ્ટોપેજ અને અન્ય અપડેટ્સ માટે ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઇટ Indian Railways Enquiry Portal ની મુલાકાત લેવા માટે પણ અપીલ કરવામાં આવી છે. બ્રિજ પુનર્નિર્માણની આ કામગીરી રેલવે સુરક્ષા અને લાંબા ગાળાની સુવિધા માટે અનિવાર્ય હોવાથી મુસાફરોને સહકાર આપવા રેલવે વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.








