સિલાઈના કપડાં આપવા જાઉં છું કહી આણંદની યુવતી ગુમ
જિલ્લામાંથી બે વ્યક્તિઓ ગુમ
ઉમરેઠના કસ્બામાં પીપળિયા ભોગોળથી યુવતી અગમ્ય કારણોસર લાપતા
આણંદ: આણંદ શહેર અને ઉમરેઠમાંથી બે યુવતીઓ ગુમ થઈ છે. આ બંને અલગ અલગ બનાવ અંગે જે તે પોલીસ મથકોએ પરિવારજનોએ જાણ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે.
આણંદ શહેરના ભાલેજ રોડ ઉપર આવેલી કાદરીયા મસ્જિદ સામેના આઈસા પાર્ક ખાતે રહેતી ૨૨ વર્ષીય મુશમ્માખાતુન મહમ્મદમુમતાજ શેખ ગત તા. ૧૦મી જુલાઈના રોજ સિલાઈના કપડા આપવા જાઉં છું તેમ કહી ઘરેથી નીકળ્યા બાદ ઘરે પરત ન ફરી લાપતા થઈ હતી. જે અંગે આણંદ શહેર પોલીસમાં જાણ કરાઈ છે.
અન્ય બનાવમાં તાલુકા મથક ઉમરેઠના કસ્બા વિસ્તારમાં પીપળીયા ભાગોળ ખાતે રહેતી ૨૮ વર્ષીય કરિશ્માબેન ઉર્ફે હિના વારીસ અલી સૈયદ ગત તા. ૨૧મી જુલાઇના રોજ કોઈ અગમ્ય કારણોસર ક્યાંક ચાલી જઈ ગુમ થતા ઉમરેઠ પોલીસે જાણવા જોગ નોંધ નોધી હતી.