Get The App

આણંદ-ચરોતર નાગરિક સહકારી બેંકના ભાગેડુ ડિરેકટર વીરેન્દ્ર પટેલની ધરપકડ, બેંકને ચોપડ્યો હતો રૂ. 77 કરોડનો ચૂનો

Updated: Jan 30th, 2025

GS TEAM


Google News
Google News
આણંદ-ચરોતર નાગરિક સહકારી બેંકના ભાગેડુ ડિરેકટર વીરેન્દ્ર પટેલની ધરપકડ, બેંકને ચોપડ્યો હતો રૂ. 77 કરોડનો ચૂનો 1 - image


Virendra Patel arrested : આણંદ-ચરોતર નાગરિક સહકારી બેંકને કથિત રીતે રૂા. 77 કરોડનો ચૂનો ચોપડનાર, ભાગેડુ આરોપી વિરેન્દ્ર મણીભાઈ પટેલને અમદાવાદ એરપોર્ટ ઉપરથી પકડી લેવાયો છે. મળતી માહિતી અનુસાર આણંદ ચરોતર નાગરિક સહકારી બેંકના ડાયરેક્ટર વીરેન્દ્ર મણીભાઈ પટેલ જે ગુજરાત પોલીસના ચોપડે વોન્ટેડ હતો. 2002માં તેની સામે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. 

નકલી ડોક્યુમેન્ટ અને ક્રિમિનલ કોન્સ્પિરસી મામલે આ ગુનો વીરેન્દ્ર પટેલ સામે નોંધવામાં આવ્યો, જે પછી તેની નાસ્તો ફરતો હતો જેને પગલે સીબીઆઇએ 3 માર્ચ 2004 ના રોજ રેડ કોર્નર નોટિસ ઇશ્યૂ કરી હતી, એટલું જ નહીં ઈન્ટરપોલના માઘ્યમથી અલગ અલગ લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓ સાથે સંકલન કરીને તપાસ શરૂ કરી હતી. વીરેન્દ્ર મણીભાઈ પટેલ જ્યારે યુએસએથી અમદાવાદ એરપોર્ટ આવ્યો ત્યારે જ એની ધરપકડ કરી લેવામાં આવી અને ત્યારબાદ કાયદેસર રીતે પોલીસને સોંપી દેવામાં આવ્યો છે. 

તમામ એજન્સીઓ જેમાં ઇમિગ્રેશન વિભાગ સહિત પોલીસ સાથે સંકલન અને આયોજનબદ્ધ રીતે આરોપીને પકડી લીધો છે.. એટલું જ નહીં 2021થી અત્યાર સુધીમાં આવા 100થી વધુ વોન્ટેડ આરોપીઓને ભારત પરત આવવા માટે મજબૂર કરવામાં સફળતા મેળવી છે. આ માટે સીબીઆઈએ ઈન્ટરપોલની પણ મદદ લીધી છે.


Tags :