Get The App

આણંદ અમૂલ ડેરીનું ટર્નઓવર રૂા. 12,911 કરોડથી વધી 14,015 કરોડ થયું

Updated: Jul 16th, 2025

GS TEAM

Google News
Google News
આણંદ અમૂલ ડેરીનું ટર્નઓવર રૂા. 12,911 કરોડથી વધી 14,015 કરોડ થયું 1 - image


- અમેરિકા બાદ કેનેડા, યુરોપ, દુબઈમાં અમૂલનું વિસ્તૃતીકરણ થશે

આણંદ : આણંદ અમૂલ ડેરીએ ૨૦૨૧-૨૨માં ભેંસ દૂધના ભાવ પ્રતિ લિટરે રૂા. ૫૧.૭૪થી વધારી હાલ રૂા. ૬૩.૫૩ થતા રૂા. ૧૧.૭૯નો (૨૩ ટકા) વધારો થયો છે. ગાયના દૂધના ભાવ પ્રતિ લિટરે રૂા. ૩૫.૯૩ હતો જે ૮.૧૯ વધીને હાલ રૂા. ૪૪.૧૨ થયો છે. સંઘ દ્વારા ૨૦૨૩-૨૪માં ૫૩૦ કરોડ અંતિમ ભાવ તરીકે ચૂકવવામાં આવ્યા હતા. જે ૨૦૨૪-૨૫માં રૂા. ૬૦૨ કરોડથી વધુ ચૂકવાતા ૭૨ ટકા જેટલો વધારો થયો છે.

આણંદ અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલે અહેવાલ રજૂ કરતા જણાવ્યું છે કે, સંઘ દ્વારા દૂધના ભાવ પ્રતિ કિલો ફેટે ૨૦૨૨-૨૩માં રૂા. ૯૦૦ ચૂકવ્યા હતા જે ૨૩ ટકા વધારીને ૨૦૨૪-૨૫માં રૂા. ૧,૦૨૮ ચૂકવાયા છે. સંઘનું ટર્નઓવર ૨૦૨૩-૨૪માં રૂા. ૧૨,૯૧૧ કરોડથી વધીને ૨૦૨૪-૨૫માં ૧૪,૦૧૫ કરોડ જેટલું થતા ૩૬ ટકા જેટલો વધારો થયો છે. 

અમૂલ ડેરીમાં પ્રથમ વખત ૭ લાખથી વધુ દૂધ ઉત્પાદકો માટે આકસ્મિક મૃત્યુ વીમા અંતર્ગત ૮૬ ક્લેમ સેટલ કરી સભાસદને રૂા. ૨.૩૧ કરોડથી વધુ સહાય કરાઈ છે. 

દાણના ભાવમાં પ્રતિ કિલો ૫૦ પૈસા ઘટાડતા ૭૦ કિલોની ગુણ પર રૂા. ૩૫નો ઘટાડો કર્યો છે. ગ્રામ્ય કક્ષાએ સભાસદોના ઘરે ૨૯૦૦ બાયોગેસ પ્લાન્ટ સ્થપાયા છે.

દૂધ મંડળીઓને પ્રતિ લિટર ૨૫.૫૦ પૈસા કમિશનમાં વધારો કરી ૫૧.૫૦ પૈસા કર્યું છે. 

હજારથી વધુ દૂધ મંડલીઓમાં સૉલાર રૂફટોપ સ્થપાયા છે. પર્યાવરણની જાળવણી માટે પ્લાન્ટ ઉપર ૧૦૬ રેઈન વૉટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ છે. અમૂલ ડેરીના ૧૨૦૦ ગામડાઓમાં આ સિસ્ટમ કરાશે. 

અમૂલ ડેરી દ્વારા સારસામાં પ્લાન્ટ સ્થાપીને ટીએમઆર ૨૫ કિલો બેગમાં ઉપલબ્ધ કરાય છે. મોગર ફાર્મમાં આઈવીએફ લેબ થકી ૩૭૦૦થી વધુ ભૃ્રણ પ્રત્યારોપણ કરાયા છે. આ યોજનામાં સભાસદોને રૂા. ૧૫ હજાર પ્રતિ ગાભણ પશુની સહાય કરાઈ છે. 

અમૂલ ડેરીએ ખેડ સિટી- પુનામાં આઈસ્ક્રીમ અને ચિત્તૂર- આંધ્રપ્રદેશમાં દૂધ પ્રોસેસિંગના નવા પ્લાન્ટ્સ કાર્યરત કરાયા છે. ખાત્રજમાં પ્લાન્ટ સ્થાપીને યુએચટીના ઉત્પાદનો કરાય છે. કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં પારદર્શીતા, વેન્ડર્સ સિસ્ટમને ઓપન કરી વાર્ષિક રૂા. ૧૦૦ કરોડથી વધુની બચત કરી છે. 

સંઘ અને જીસીએમએમએફના સંયુક્ત પ્રયાસથી અમેરિકામાં દૂધ વિતરણ કરાય છે. હવે કેનેડા, યુરોપ, દુબઈમાં પણ અમૂલનું વિસ્તૃતીકરણ કરાશે.

Tags :