Gujarat
પોલિટેકનિક નજીક રોડ ક્રોસ કરતા પ્રૌઢનું વાહનની અડફેટે મોત
By GS TEAM
21 Apr 20261 min read

વડોદરા,પોલિટેકનિક પાસે રોડ ક્રોસ કરતા અજાણ્યા વ્યક્તિને એક મોપેડ ચાલકે ટક્કર મારતા ગંભીર ઇજા થતા સ્થળ પર જ તેઓનું મોત થયું હતું. જે અંગે ફતેગંજ પોલીસે તપાસ હાથ ધરી છે.
આજે સવારે પંડયા બ્રિજ પાસે પોલિટેકનિક ગેટ પાસે રોડ ક્રોસ કરતા ૫૨ વર્ષના એક અજાણ્યા શખ્સને મોપેડ ચાલકે ટક્કર મારતા ગંભીર ઇજા થઇ હતી. ઇજાગ્રસ્તને સારવાર મળે તે પહેલા જ ઘટના સ્થળે તેનું મોત થયું હતું. અકસ્માતના સ્થળે લોકો ટોળે વળ્યા હતા.દરમિયાન મંગલ પાંડે રોડ પી.એમ. આવાસ યોજનાના મકાનમાં રહેતા યોગેશ્વર પટેલને એવી જાણ કરવામાં આવી કે, મૃતક તેમના કાકા છે. તેણે સ્થળ પર જઇને જોતા મૃતક તેના કાકા નહતા. આ બનાવ અંગે યોગેશ્વર પટેલે ફતેગંજ પોલીસ સ્ટેેશનમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસે મૃતકની ઓળખ માટેની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે મોપેડ ચાલકને પણ ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું છે.









