Get The App

અડાલજમાં બસમાં બેસવા જતા વૃદ્ધાનો સોનાનો દોરો સેરવી લેવાયો

Updated: Jun 12th, 2025

GS TEAM


Google News
Google News
અડાલજમાં બસમાં બેસવા જતા વૃદ્ધાનો સોનાનો દોરો સેરવી લેવાયો 1 - image


ગાંધીનગરમાં ગઠિયાઓનો આતંક યથાવત

વૃદ્ધા બહેનો સાથે પાટણ જવા માટે નીકળ્યા હતા તે દરમિયાન ઘટના બની

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા અડાલજ પાસે બસમાં બેસવા જઈ રહેલા મહિલાના ગળામાંથી ગઠિયાઓ દ્વારા ૮૫ હજાર રૃપિયાની કિંમતનો સોનાનો દોરો સેરવી લેવામાં આવ્યો હતો. જે ઘટના સંદર્ભે હાલ અડાલજ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ચોરી અને ચીલ ઝડપની ઘટનાઓ વધી રહી છે ત્યારે આ વખતે અડાલજમાં બસમાં બેસવા જતા મહિલાના ગળામાંથી સોનાનો દોરો સેરવી લેવાની ઘટના બહાર આવી છે. જે અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગરના રાયસણ ખાતે રહેતા વૃદ્ધા ધમાબેન કનૈયાલાલ રાવલ આજે સવારના સમયે તેમના પુત્ર સમીર કનૈયાલાલ રાવલ તેમની નાની બહેન મીનાબેન ઉપેન્દ્રકુમાર વ્યાસ અને તેમની મોટી બહેન જ્યોતિબેન અરુણકુમાર આચાર્ય સાથે પાટણ કોર્ટમાં કેસ માટે જઈ રહ્યા હતા. સમીરે તેમને અમદાવાદ-દિયોદર જતી બસમાં બેસાડવા માટે અડાલજ બટરફ્લાય બ્રિજ નજીક બસ સ્ટેન્ડ પર ઉતાર્યા હતા. બસમાં ચઢતી વખતે ધર્મીાબેનને જાણ થઈ કે તેમના ગળામાંથી આશરે દોઢ તોલા વજનની ૮૫ હજારની કિંમતની સોનાની અને તુલસીની માળા ગાયબ છે. તેમણે તરત જ બસ કંડક્ટરને જાણ કરી હતી, જેમણે બસમાં તપાસ કરી અને અન્ય મુસાફરોને પૂછપરછ કરી, પરંતુ ચેઇન મળી ન હતી. બસમાં ચઢતી વખતે કોઈ અજાણ્યા વ્યક્તિએ તેમની નજર ચૂકવીને ચેઇન ઝૂંટવી લીધી હતી.

જેથી આ ઘટના સંદર્ભે અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવતા પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

Tags :