જામનગરમાં પંચેચશ્વર ટાવર રોડ પર ગોવાળ મસ્જિદ નજીક એક જુનવાણી મકાન એસ્ટેટ શાખાની ટુકડીએ સલામતીના ભાગરૂપે દૂર કર્યું
જામનગર શહેરમાં ચાલુ વરસાદની સિઝનમાં જોખમી અને ભયજનક મકાનો કે જેને સેઇફ સ્ટેજે લઈ જવા માટેની તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી, તેમ છતાં પણ હજુ કેટલાક મકાનો જોખમી રીતે લટકી રહ્યા છે અને અકસ્માત સર્જે તેવી ભીતી હોવાના કારણે તંત્ર દ્વારા આવા મકાનો દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે.
જેના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમ દ્વારા આજે વહેલી સવારે જ્યારે લોકોની અવર-જવર ઓછી હોય ત્યારે પંચેશ્વર ટાવર રોડ પર ગોવાળ મસ્જીદ નજીક બે માળનું એક જુનવાણી મકાન કે જેનું ડિમોલેસન કાર્ય હાથ ધરી લેવામાં આવ્યું હતું.
સૌપ્રથમ અગાસી ની છતનો ભાગ કે જે અતિ જર્જરિત અવસ્થામાં લટકી રહ્યો હતો, તેને દૂર કર્યો હતો. ત્યારબાદ ધીમે ધીમે આખું મકાન તોડી પાડવા માટેની કાર્યવાહી હાથ કરી લેવામાં આવી હતી.
આ વેળાએ મહાનગરપાલિકાના તંત્રએ સલામતીના ભાગરૂપે અમુક રસ્તો વાહનની અવર જવર માટે બંધ કરાવ્યો હતો.