Get The App

દિવાળીના તહેવારોમાં આણંદ સિવિલ હોસ્પિટલમાં અલાયદો વોર્ડ તૈયાર કરાયો

Updated: Oct 19th, 2025

GS TEAM

Google News
Google News
દિવાળીના તહેવારોમાં આણંદ સિવિલ હોસ્પિટલમાં અલાયદો વોર્ડ તૈયાર કરાયો 1 - image

- ઇમરજન્સી કેસો વધવાની સંભાવના 

- તહેવારોની રજામાં સિવિલનો 40 થી વધુ સ્ટાફ ફરજ બજાવશે, ઓપીડી પણ ચાલુ રહેશે

આણંદ : આણંદ જિલ્લામાં દિવાળીના તહેવારોમાં ઇમરજન્સી કેસો વધવાની સંભાવના છે. કરમસદ- આણંદ મહાનગરપાલિકાની સિવિલ હોસ્પિટલમાં બન્સ વોર્ડ તૈયાર કરાયો છે અને ઓપીડીની કામગીરી પણ ચાલુ રહેશે. 

આણંદ શહેર સહિત જિલ્લામાં દિવાળી પર્વમાં આગ લાગવાના અને દાઝી જવાના કેસ વધે છે. સિવિલ હોસ્પિટલમાં ઇમરજસ્સી દર્દીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. હોસ્પિટલમાં તબીબો, નર્સિગ સહિત ૪૦થી વધુ સ્ટાફ હાજર રહેશે. દાઝેલા વ્યકિતોની સારવાર માટે ખાસ અલયાદો વોર્ડ તૈયાર કરાયો છે. રજાના દિવસો દરમિયાન સિવિલ હોસ્પિટલના સત્તાધિશોએ સ્ટાફની ઘટ ન પડે તે માટે પણ વ્યવસ્થા ઉભી કરી છે. નોંધનીય છે કે, ગત દિવળીએ આણંદ શહેરમાં ફટાકડાથી દાઝી જતા ચાર વ્યકિતને દાખલ કરાયા હતા. કરમસદ- આણંદ મહાનગર પાલિકાના ફાયર ઓફિસરના જણાવ્યા મુજબ, ગત વર્ષે દિવાળીના તહેવારોમાં અંદાજીત ૭થી વધુ બનાવ આગ લાગવાના બન્યા હતા અને સામાન્ય દાઝી જવાના કિસ્સા સામે આવ્યા હતા.  

32 જેટલી 108 ઇમરજન્સી વાન દિવાળીમાં ખડેપગે રહેશે 

દિવાળીના તહેવારોમાં આણંદ જિલ્લામાં ૨૪ કલાક સેવા આવતી ૧૮ જેટલી ૧૦૮ ઇમરજન્સી વાન, સીએસચી- પીએચસી સેન્ટરોની ૧૪ ઇમરજન્સી ગાડીઓ સહિત ૩૨ જેટલી ઇમરજન્સી વાડ કામગીરી કરશે.