Gujarat
ગેરકાયદે પાર્ક કરેલા ટ્રેલર કોઈનો જીવ લેશે
By GS TEAM
19 Jun 20251 min read

સાણંદઃ
સાણંદ ખાતે આવેલ ટાટા મોટર્સના પ્લાન્ટના લોડિંગ ગેટ આગળ ટ્રાન્સપોર્ટના ટ્રેલરો બેફામ
રીતે મુખ્ય રસ્તા ઉપર પાર્ક કરેલ જોવા મળે છે. આથી ત્યાંથી પસાર થતાં વાહન ચાલકોને
પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો થાય છે. પાકગ ચાર્જ બચાવવા કે અન્ય કોઈ કારણસર ટ્રેલરો
પાકગમાં ન મૂકતાં રોડ પર પાર્ક કરી દેવામાં આવતા હોય છે. આ પહેલા પણ અનેકવાર અનધિકૃત
પાર્ક કરેલા ટ્રેલરોએ અકસ્માત કરેલ છે. જવાબદાર અધિકારીઓ આ બાબતે લુલી કામગીરી કરીને
જતાં રહે છે અને બે દિવસ બાદ ટ્રેલરો પાછો અડિંગો જમાવી દે છે. જ્યાં સુધી કોઈ મોટો
બનાવ નહીં બને ત્યાં સુધી વ્યવસ્થા સુદ્રઢ બનશે નહીં તેમ લાગી રહ્યું છે.









