Get The App

ગેરકાયદે પાર્ક કરેલા ટ્રેલર કોઈનો જીવ લેશે

Updated: Jun 19th, 2025

GS TEAM


Google News
Google News
ગેરકાયદે પાર્ક કરેલા ટ્રેલર કોઈનો જીવ લેશે 1 - image


સાણંદઃ સાણંદ ખાતે આવેલ ટાટા મોટર્સના પ્લાન્ટના લોડિંગ ગેટ આગળ ટ્રાન્સપોર્ટના ટ્રેલરો બેફામ રીતે મુખ્ય રસ્તા ઉપર પાર્ક કરેલ જોવા મળે છે. આથી ત્યાંથી પસાર થતાં વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો થાય છે. પાકગ ચાર્જ બચાવવા કે અન્ય કોઈ કારણસર ટ્રેલરો પાકગમાં ન મૂકતાં રોડ પર પાર્ક કરી દેવામાં આવતા હોય છે. આ પહેલા પણ અનેકવાર અનધિકૃત પાર્ક કરેલા ટ્રેલરોએ અકસ્માત કરેલ છે. જવાબદાર અધિકારીઓ આ બાબતે લુલી કામગીરી કરીને જતાં રહે છે અને બે દિવસ બાદ ટ્રેલરો પાછો અડિંગો જમાવી દે છે. જ્યાં સુધી કોઈ મોટો બનાવ નહીં બને ત્યાં સુધી વ્યવસ્થા સુદ્રઢ બનશે નહીં તેમ લાગી રહ્યું છે.

Tags :