જામનગરમાં મોડી રાત્રે મોંઘી દાટ કાર બેકાબુ બનીને ડિવાઈડર પર ચડી : સદભાગ્યે જાનહાની ટળી, લોકો ટોળે વળ્યા
Jamnagar Accident : જામનગરના એમ્યુઝમેન્ટ પાર્ક વિસ્તારમાં ગઈકાલે રાત્રે ભારે પબ્લિકની અવરજવર વચ્ચે જી.જે.10 ડી.એન.3013 નંબરની બી.એમ.ડબ્લ્યુ. કાર એકાએક બેકાબુ બની ગઈ હતી. કારના ચાલકે ઓવર સ્પીડમાં આવીને કાબુ ગુમાવી દીધો હતો, અને એકાએક રોડની વચ્ચે આવેલા ડિવાઇડર પર ચડી ગઈ હતી, જેના કારણે ડિવાઈડરને તેમજ તેની વચ્ચે વાવવામાં આવેલા ફૂલ ઝાડના રોપા વગેરેને નુકસાનથી થઈ હતી.
સદભાગ્યે આ અકસ્માતમાં કોઈને જાનહાની થઈ ન હતી, ઉપરાંત કારનો ચાલક તેમાંથી બહાર નીકળીને ભાગી છૂટ્યો હતો. આ ઘટના સમયે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.જે લોકોના જણાવ્યા અનુસાર કારચાલક નાની ઉંમરનો હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવ બાદ સીટી સી. ડિવિઝનનો પોલીસ કાફલો દોડતો થયો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.