Gujarat

જામનગરમાં ઢોસાની રેકડીમાં કામ કરતા કર્મચારી પર પૈસાની લેતી દેતીના મામલે હુમલો : ત્રણ સામે ફરિયાદ

By GS TEAM
26 Mar 20261 min read
TukuTouch Logo
જામનગરમાં રાજપાર્ક વિસ્તારમાં રહેતા અને રણજીત નગર વિસ્તારમાં ઢોસાની રેકડીમાં કારીગર તરીકે કામ કરતા ૩૪ વર્ષના પરપ્રાંતિય શ્રમિક યુવાને પોતાના ઉપર હુમલો કરી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે માથાભારે શખ્સ અને તેના બે સાગરીતો સામે ફરિયાદ નોંધાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં ઢોસાની રેકડીમાં કામ કરતા કર્મચારી પર પૈસાની લેતી દેતીના મામલે હુમલો : ત્રણ સામે ફરિયાદ

Jamnagar Crime : જામનગરમાં રાજપાર્ક વિસ્તારમાં રહેતા અને રણજીત નગર વિસ્તારમાં ઢોસાની રેકડીમાં કારીગર તરીકે કામ કરતા રમેશ મુતૈયાભાઈ શેટીયાર નામના 34 વર્ષના પરપ્રાંતિય શ્રમિક યુવાને પોતાના ઉપર હુમલો કરી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે જામનગરના દીપુ સરગમ અને તેના બે સાગરીતો સામે ફરિયાદ નોંધાવી છે.

 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ત્રણેય આરોપીઓ પોતાની રેકડી પર ઢોસા ખાવા માટે આવ્યા હતા, ત્યાં ફરિયાદી યુવાન ઢોસા બનાવતો હતો અને બીજાનો ઓર્ડર લીધો હોવાથી થોડીવાર લાગતાં ત્રણેય શખ્સો ઉસ્કેરાયા હતા, ઉપરાંત પૈસાની લેતી દેતી ના મામલે તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.