For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

છોટાઉદેપુર ઝોઝ પોલીસ સ્ટેશનનો કર્મચારી રૂ. 10,000 ની લાંચ લેતા ACB દ્વારા જબ્બે

Updated: Mar 26th, 2023

Article Content Image

છોટાઉદેપુર, તા. 26 માર્ચ 2023 રવિવાર

છોટાઉદેપુર જિલ્લાના ઝોઝ પોલીસ સ્ટેશનમાં ધરપકડ થયેલા એક વ્યક્તિને જામીન પર છોડવા તેની પાસે પોલીસ કર્મચારી પરબસિંગ નારસિંગ રાઠવા એ 10,000 ની માંગણી કરી હતી જે અંગે એક જાગૃત નાગરિકે છોટાઉદેપુર એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીને સંપર્ક કરતા તેઓએ છટકું ગોઠવી પોલીસ કર્મચારી પરબસિંગ રાઠવા ને આજે બપોરે ઝોઝ પોલીસ સ્ટેશનમાં જ રૂ. 10,000 ની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો.

છોટાઉદેપુર જિલ્લાના ઝોઝ પોલીસ સ્ટેશનમાં કલમ 135 તથા અન્ય ગુનામાં ધરપકડ થયેલા એક વ્યક્તિ ને જામીન આપવાના મુદ્દે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પરબ સિંગ નારસિંગ રાઠવા એ ₹10,000 ની લાંચની માંગણી કરી હતી જે અંગે આરોપીએ તેમના સંબંધીને જાણ કરતા સંબંધીએ એન્ટીકરપ્શન બ્યુરો નો સંપર્ક કર્યો હતો.

વડોદરા એન્ટીકરપ્શન બ્યુરોના મદદનીશ નિયામક પરેશ ભેસાણીયા ની સુચનાથી છોટા ઉદેપુર એન્ટીકરપ્શન વિભાગના એમ.કે. સ્વામી તથા સ્ટાફે જાગૃત નાગરિક ના સાળા પાસેથી ₹10,000 ની લાંચની માંગણી કરનાર પરબસિંગ નારસિંગ રાઠવા ને ઝડપી પાડવા છટકું ગોઠવ્યું હતું. જેમાં આજે બપોરે 1:00 વાગ્યાના સુમારે જાગૃત નાગરિક દ્વારા પોલીસ કર્મચારી પરબસિંગ નારસિંગ રાઠવા ને ₹10,000 ની લાંચ આપી હતી અને તે લાંચની રકમ પોલીસ કર્મચારીએ પોતાના ટેબલના ડ્રોવરમાં પૈસા મૂક્યા હતા. જે બાદ એન્ટીકરપ્શન બ્યુરો ની ટીમે પોલીસ સ્ટેશનમાં પહોંચી જઈ પોલીસ કોન્સ્ટેબલ પરબસિંગ નર્સિંગ રાઠવાને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા.

Gujarat