Gujarat
જામનગરના જોડીયા ભુંગા વિસ્તારમાં ગઈ વરસાદ પડતાની સાથે એક વીજપોલ તૂટીને ટ્રક પર પડી ગયો
By GS TEAM
17 Jun 20251 min read
કેબલ પણ બળી ગયો હોવાથી આસપાસના વિસ્તારના વીજ પુરવઠો ખોરવાયો : વિજ તંત્રની તડામાર કામગીરી
Summarized by AI; it may make mistakes. Check important info
કેબલ પણ બળી ગયો હોવાથી આસપાસના વિસ્તારના વીજ પુરવઠો ખોરવાયો : વિજ તંત્રની તડામાર કામગીરી
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar : જામનગર શહેરમાં ગઈકાલે સાંજે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. જેમાં જોડિયા ભૂંગા વિસ્તારમાં વીજ તંત્રને નુકસાની થઈ છે. એક વીજ પોલ જમીનમાંથી ઉખડીને બાજુમાં ઊભેલા એક ટ્રક ઉપર પડ્યો હતો.
સદભાગ્યે આ વખતે કોઈ ત્યાં હાજર ન હોવાથી કોઈ જાન હાની થઈ ન હતી, પરંતુ વિજ કેબલ તૂટી ને સળગી ઊઠ્યો હતો, જેના કારણે આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાયો હતો. આજે વહેલી સવારે વિજ તંત્રની ટુકડી દોડતી થઈ છે, અને સમારકામની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.