જામનગર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત્, વધુ એક વૃદ્ધાને અડફેટે લેતાં ઇજા
જામનગર શહેરમાં રસ્તે રઝળતા ઢોરનો ત્રાસ યથાવત રહયો છે, અને એક રાહદારી બુઝુર્ગ મહિલા તેનો શિકાર બન્યા છે, અને હાલ સારવાર મેળવી રહ્યા છે.
જામનગરના દિગવીજય પ્લોટ વિસ્તારમાં ગઈકાલે બપોરે એક મહિલા પગપાળા ચાલીને જઈ રહ્યા હતા, તે દરમિયાન રસ્તે રઝળતા એક ખુટિયા એ રાહદારી બુઝુર્ગ મહિલાને અડફેટમાં લઈ જમીન પર પછાડી દીધા હતા. જેના કારણે તેઓ ઇજાગ્રસ્ત બન્યા હતા.
ઉપરોક્ત સમય દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી એક રીક્ષા ના ચાલકે આવીને બુઝુર્ગ મહિલાને બચાવ્યા હતા, અને ખૂંટીયાને ત્યાંથી દૂર કર્યો હતો. જેથી હાશકારો અનુભવાયો હતો. જ્યારે બુઝુર્ગ મહિલા ને પ્રાથમિક સારવાર અપાઇ છે.
મહાનગરપાલિકાના તંત્રએ ફરીથી રસ્તે રઝળતા પશુઓ ને પકડવા માટેની ઝુંબેશ વગવંતી બનાવવા માંગ ઉઠી રહી છે.