Get The App

લાલપુરના ખટિયા ગામમાં વયોવૃદ્ધ મહિલાએ પોતાના ઘરમાં શરીરે આગ ચાંપી આત્મહત્યા કરી

Updated: Nov 27th, 2021

GS TEAM


Google News
Google News
લાલપુરના ખટિયા ગામમાં વયોવૃદ્ધ મહિલાએ પોતાના ઘરમાં શરીરે આગ ચાંપી આત્મહત્યા કરી 1 - image


જામનગર તા ૨૭,

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ખટીયા ગામ માં રહેતા ૬૦ વર્ષના વયોવૃદ્ધ મહિલાએ કોઈ અકળ કારણોસર અગ્નિસ્નાન દ્વારા આત્મહત્યા કરી લીધી છે. જે મામલે લાલપુર પોલીસ વધુ તપાસ ચલાવેછે.

લાલપુર તાલુકાના ખટિયા બેરાજા ગામ માં રહેતા જ્યોત્સનાબેન રમણભાઈ બકરાણીયા નામના ૬૦ વર્ષના વયોવૃદ્ધ મહિલાએ ગઈકાલે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર પોતાની કાયા પર કેરોસીન રેડી  અગ્નિસ્નાન કરી લીધું હતું. જેથી તેઓ ગંભીર સ્વરૂપે દાઝી ગયા હતા.

તેઓને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર પછી તેઓનું મૃત્યુ નિપજયું છે.

આ બનાવ અંગે રેખાબેન ઉમેશભાઈ બકરાનીયાએ પોલીસને જાણ કરતાં લાલપુર પોલીસે મૃતદેહનો કબજો સંભાળી આ બનાવ અંગેની વધુ તપાસ શરૂ કરી છે.

Tags :