Get The App

જામનગરના મુંગણી ગામમાં રહેતા ખેડૂત બુઝુર્ગને જમીનના ટેન્શનમાં હૃદય રોગનો હુમલો આવી જતાં અપમૃત્યુ

Updated: Nov 28th, 2025

GS TEAM

Google News
Google News
જામનગરના મુંગણી ગામમાં રહેતા ખેડૂત બુઝુર્ગને જમીનના ટેન્શનમાં હૃદય રોગનો હુમલો આવી જતાં અપમૃત્યુ 1 - image

Jamnagar : જામનગર તાલુકાના મુંગણી ગામમાં રહેતા દેવુભા રૂપસંગ જાડેજા નામના 63 વર્ષના બુઝુર્ગને ગઈકાલે પોતાની જમીનના ટેન્શનમાં હૃદય રોગનો હુમલો આવી ગયો હતો, અને તેઓનું મૃત્યુ નીપજ્યું હતું.

જે બનાવ અંગે ભીખુભા દેવુભા જાડેજાએ પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ બનાવના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે. મૃતકને ટીમળી ગામમાં પાંચ વીઘા ખેતીની જમીન આવેલી છે, જે જમીન જયદેવસિંહ જાડેજા વાવે છે. ઉપરોક્ત જમીનના ટેન્શનમાં દેવુભાને હૃદય રોગનો હુમલો આવી ગયો હોવાનું પોલીસ સમક્ષ જાહેર કરાયું છે. જે મામલામાં પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.