Gujarat
જામનગરના મુંગણી ગામમાં રહેતા ખેડૂત બુઝુર્ગને જમીનના ટેન્શનમાં હૃદય રોગનો હુમલો આવી જતાં અપમૃત્યુ
By GS TEAM
28 Nov 20251 min read
જામનગર તાલુકાના મુંગણી ગામમાં રહેતા 63 વર્ષના બુઝુર્ગને ગઈકાલે પોતાની જમીનના ટેન્શનમાં હૃદય રોગનો હુમલો આવી ગયો હતો, અને તેઓનું મૃત્યુ નીપજ્યું હતું.
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar : જામનગર તાલુકાના મુંગણી ગામમાં રહેતા દેવુભા રૂપસંગ જાડેજા નામના 63 વર્ષના બુઝુર્ગને ગઈકાલે પોતાની જમીનના ટેન્શનમાં હૃદય રોગનો હુમલો આવી ગયો હતો, અને તેઓનું મૃત્યુ નીપજ્યું હતું.
જે બનાવ અંગે ભીખુભા દેવુભા જાડેજાએ પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ બનાવના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે. મૃતકને ટીમળી ગામમાં પાંચ વીઘા ખેતીની જમીન આવેલી છે, જે જમીન જયદેવસિંહ જાડેજા વાવે છે. ઉપરોક્ત જમીનના ટેન્શનમાં દેવુભાને હૃદય રોગનો હુમલો આવી ગયો હોવાનું પોલીસ સમક્ષ જાહેર કરાયું છે. જે મામલામાં પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.