Get The App

વાસણા રોડનું વૃદ્ધ દંપતી પણ પ્લેનમાં સવાર હતું

વિદેશ રહેતી પુત્રીને મળવા જવા માટે નીકળ્યા હોવાની માહિતી

Updated: Jun 12th, 2025

GS TEAM


Google News
Google News
વાસણા રોડનું વૃદ્ધ દંપતી પણ પ્લેનમાં સવાર હતું 1 - image


વડોદરા શહેરના વાસણા રોડ ઉપર આવેલ શિવ શક્તિ નગર એ 19 માં રહેતા આશરે 75 વર્ષીય વલ્લભભાઈ આદેલા વીજ કંપની માંથી સિવિલ એન્જિનિયર તરીકે નિવૃત્ત જીવન ગુજારી રહ્યા હતા. તેમને સંતાનમાં ત્રણ પુત્રી છે. જે પૈકી એક પુત્રી વિદેશ રહેતી હોય તેને મળવા માટે તેઓ પત્ની આશરે 71 વર્ષીય વીણાબેન આદેલા સાથે નીકળ્યા  હતા. દંપતિ એકલા જ રહેતા હતા તેવું તેમના પાડોશી રામ મોહન અગ્રવાલએ જણાવ્યું હતું. ઘટનાના સમાચાર મળતા સોસાયટીમાં સન્નાટો વ્યાપી જોવા પામ્યો છે.

Tags :