Get The App

એક અદના કોરોના વોરિયરે ગામને સંક્રમિત થતું બચાવ્યું

- ઉપલેટાના વરજાંગજાળીયા ગામનો કિસ્સો

- સામાજિક પ્રસંગ યોજાઇ ગયાની જાણ થતાં દર્દીના સંપર્કવાળાને સંસંર્ગ નિષેધ કર્યા,

Updated: Jul 26th, 2020

GS TEAM

Google News
Google News
એક અદના કોરોના વોરિયરે ગામને સંક્રમિત થતું બચાવ્યું 1 - image


નવા દર્દીને શોધીને સારવાર

રાજકોટ, તા. 26 જુલાઈ 2020, રવિવાર

કોરોના મહામારીના કપરા સમયમાં પોતાના જીવની પરવાહ કર્યા વગર સતત કાર્યરત એવા અનેક કોરોના વોરિયર્સની કામગીરી પ્રશંસનીય છે. ગત તા. ૩૦મીએ ઉપલેટા તાલુકાના પ્રા. આરોગ્ય કેન્દ્ર, ઢાંક હેઠળ આવતા વરજાંગજાળીયા ખાતે એક સામાજક પ્રસંગ યોજાયો હતો, જેની જાણ પ્રા. આરોગ્ય કેન્દ્ર, ઢાંકના સબ. સે-વરજાંગજાળીયાના એમ.પી.એચ.ડબ્લ્યુ. અતુલભાઇ ડાંગરને થતા તરંત જ તે હરકતમાં આવી ગયા હતા અને જેમની ઘરે પ્રસંગ હતો તેની મુલાકાત કરી બધી માહિતી મેળવી લીધી. ત્યારબાદ આ સામાજિક પ્રસંગમાં હાજરી આપેલ તેવા મુળ હડમતીયા ગામના અને હાલ ધોરાજી ખાતે રહેતા હરેશભાઇ જેતસુર ચાવડાનો તા. ૨ ના રોજ કોવીડ  ટેસ્ટ પોઝીટીવ હોવાની જાણ થતા તેમણે તરત જ પ્રા.આ. કેન્દ્ર - ઢાંકના મેડિકલ ઓફિસર અને સુપરવાઇઝરને વાકેફ કર્યા હતા. મેડિકલ ઓફિસર અને સુપરવાઇઝરે ત્વરીત સ્થળ તપાસ કરી ઉપરોકત કોરોના પોઝીટીવ દર્દી વરજાંગજાળીયા ગામના જે ત્રણ ઘરના કલોઝ કોન્ટેકમાં આવેલ તેને તુરંત તા. ૩ થી ૧૪ દિવસ માટે ક્વોરન્ટાઇન કરી તેમની આરોગ્ય તપાસ કરવામાં આવી. ત્યારે કોઇપણ શંકાસ્પદ લક્ષણો જોવા મળેલ ન હતા. પરંતુ તા. ૪-૭-૨૦ના રોજ એફએચડબલ્યુ જયોતિબેન મકવાણા દ્વારા ફરીથી તપાસ કરવામાં આવતા  ૧. જસાભાઇ હમીરભાઇ ડાંગર, ૨. કમલેશભાઇ ડાંગર, ૩. જોશનાબેન કમલેશભાઇ ડાંગરને શંકાસ્પદ કોવીડના લક્ષણો જણાવેલ જેથી તા. ૫ ના રોજ ઉપલેટા ખાતે કોટેઝ હોસ્પિટલ ખાતે કોવીડના સેમ્પલ માટે રીફર કરવામાં આવ્યા હતા. તે પૈકી જોશનાબેન કમલેશભાઇ ડાંગરનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો, જેમને પીડીયુ કોવીડ વોર્ડમાં વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્ય ાહતા. જોશનાબેન કમલેશભાઇ ડાંગરને પીડીયુમાંથી તા. ૧૪ ના રોજ ડીસ્ચાર્જ આપતા તેઓ ફરીથી પોતાના ઘરે સહી સલામત પહોંચી ગયા છે. તેમણે પોતાને નવજીવન મળ્યાનો હર્ષ વ્યકત કરતા આરોગ્ય તંત્રનો આભાર માન્યો હતો. આમ, સ્ટાફની જાગૃતતાને કારણે વરજાંગજાળીયા ગામમાં કોરોનાનો રોગચાળો પ્રસરતો અટકી ગયો, તે બદલ ગામના સરપંચે પણ તેમની કામગીરીને બિરદાવી છે.

Tags :