Gujarat

માલવણ-સુરેન્દ્રનગર હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો

By GS TEAM
23 Jun 20251 min read
માલવણ-સુરેન્દ્રનગર હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો

- બન્ને ટ્રકચાલકને ઈજાઓ પહોંચી

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લામાં અકસ્માતના બનાવો વધી રહ્યાં છે ત્યારે માલવણ સુરેન્દ્રનગર હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બન્ને ટ્રકના ચાલકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. આ અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર માલવણ હાઈવે પર મોઢવાણા ગામ પાસે બન્ને ટ્રકો સામસામે આવી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં બન્ને ટ્રકના ચાલકને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા આ અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા તેમજ જેસીબી સહિતના સાધનો વડે ભારે જહેમત બાદ ટ્રકને રસ્તા પરથી દુર ખસેડવામાં આવ્યો હતો અને વાહન વ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો હતો અને આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો પણ સ્થળ પર આવી પહોંચ્યો હતો.