લાલન કોલેજ સામેના રોડ પર બમ્પના કારણે પુત્રના સ્કૂટર ઉપરથી પટકાતાં માતાનું માથામાં ગંભીર ઈજા પહોંચી હતી
પ્રાપ્ત વિગતો મુજબ મુંદરા રોડ પરની સાગર સીટી સોસાયટીમાં રહેતા ૬૫ વર્ષીય દમયંતીબેન ભરતભાઇ વાસાણી ગત ૨૬મી ફેબ્આરીના સવારે મહાદેવના મંદિરે દર્શન કરવા માટે એક્સેસ સ્કુટરની પાછળ બેસીને પુત્ર પાર્થ સાથે ગયા હતા. જ્યુબીલી સર્કલ પાસે રવાડીના કારણે ટ્રાફિક હોવાથી કોલેજ રોડ થઇને ઘર તરફ જઇ રહ્યા હતા. ત્યારે લાલન કોલેજ સામેના રોડ પર બમ્પને કારણે સ્કુટર ઉછળતાં દમયંતીબેન રોડ પર પટકાયા હતા. જેને કારણે માથાના ભાગે હેમરેજ સહિતની ઇજા પહોંચી હતી. પ્રથમ લેવા પટેલમાં લઇ જવાયા બાદ રાજકોટ અને ત્યાંથી અમદાવાદ ખાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું સોમવારે અંતિમ શ્વાસ લીધા હતા. એ ડિવિઝન પોલીસે ભરતભાઇના પુત્ર પાર્થ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી.


