Gujarat

ભાવનગરની મહિલાના પેટમાંથી સર્જરી કરી 8 કિલોની ગાંઠ કાઢવામાં આવી

By GS TEAM
31 May 20262 mins read
ભાવનગરની મહિલાના પેટમાંથી સર્જરી કરી 8 કિલોની ગાંઠ કાઢવામાં આવી

સર ટી.અને કેન્સર હોસ્પિટલના તબીબો દ્વારા ઓપરેશન

પેટ ફુલાવાની અને દુઃખાવાની તકલીફ બાદ તપાસ કરાવતા પેટમાં ગાંઠ હોવાનું નિદાન

ભાવનગરભાવનગરની એક મહિલા પેટ સતત ફુલી રહ્યું હોવાની અને પેટમાં દુઃખાવાની તકલીફ સાથે સર ટી.હોસ્પિટલ કેમ્પસમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવી હતી. પ્રારંભીક રિપોર્ટમાં પેટમાં ગાંઠ હોવાનું નિદાન થતાં કેન્સરની ગાંઠ હોવાની શક્યતાના લીધે ઓપરેશન કરી ગાંઠ કાઢવાનું નક્કી કરાયું હતું. સર ટી. અને કેન્સર હોસ્પિટલના તબીબો દ્વારા સર્જરી કરી પેટમાંથી ૮ કિલોની ગાંઠ કાઢી હતી. બાદમાં એક સપ્તાહની સારવાર બાદ મહિલા સ્વસ્થ થતાં તેને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.

ભાવનગરની એક ૫૦ વર્ષિય મહિલા પેટ સતત ફુલી રહ્યું હોવાની અને પેટમાં સતત દુઃખાવો થઈ રહ્યો હોવાની ફરિયાદ સાથે સર ટી.હોસ્પિટલ કેમ્પસમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં સારવાર માટે આવી હતી. જ્યાં પ્રારંભીક રિપોર્ટમાં મહિલાના ડાબા અંડાશયમાં ૨૮*૧૩*૧૫ સેમી સાઈઝની ગાંઠ હોવાનું નિદાન થયું હતું. તેમજ આ ગાંઠ કેન્સરની ગાંઠ હોવાની શક્તાને લીધે કેન્સર હોસ્પિટલ અને સર ટી.હોસ્પિટલના તબીબો દ્વારા ઓપરેશન કરી ગાંઠ કાઢવાનું નક્કી કરવામાં આવ્યું હતું. મહિલાન  પેટમાંથી ગાંઠ કાઢવા માટે ઓપરેશન ૭થી ૮ કલાક સુધી ચાલ્યું હતું અને આ સર્જરી બાદ મહિલાના પેટમાંથી ૩૪*૧૭ સેમી સાઈઝની ૮ કિલોની ગાંઠ કાઢવામાં આવી હતી. જો આ ગાંઢ મહિલાના પેટલમાં લાંબા સમય સુધી રહી હોત તો તેના જીવનું જોખમ હતું પરંતુ ગાંઠ સમયસર સર્જરી કરીને કાઢી લેવામાં આવી હતી, બાદમાં એક સપ્તાહની સારવાર બાદ મહિલા સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જતાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. આવી ગાંઠ સામાન્ય રીતે અંડાશય, સ્વાદુપિંડ કે એપેન્ડિક્સમાં થાય છે.