Gujarat

18 વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારજનોમાં શોકનો માહોલ

By GS TEAM
2 Nov 20251 min read
18 વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારજનોમાં શોકનો માહોલ

- ધ્રાંગધ્રાના ગોપાલગઢમાં પિતાએ ઠપકો આપતા પુત્રનો ઝેરી દવા પી આપઘાત

ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા તાલુકાના ગોપાલગઢ ગામે પિતાના ઠપકા બાદ ૧૮ વર્ષીય સુજાન યુવકે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરતા સારવાર દરમ્યાન મોત નિપજતા પરિવારજનો પર આભ તૂટી પડયું છે.

ગોપાલગઢ ગામે રહેતા સુજાન લોદરિયા (૧૮ વર્ષના)ને પિતા શંભુભાઈએ સામાન્ય બાબતે ઠપકો આપતા પુત્રને લાગી આવતા પોતાની વાડીએ જઈ ખેતરમાં છાંટવાની ઝેરી દવા પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યોે હતો. જેની જાણ માતા પિતા સહિત પરિવારજનોને થતા વાડીએ આવી પહોંચ્યા હતા અને પુત્રને એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે પ્રથમ ધ્રાંગધ્રા અને ત્યાર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન સુજાન લોદરિયાનું મોત નિપજતા પરિવારમાં સહિત ગામમાં શોકનો માહોલ છવાયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.