18 વર્ષની યુવતી સાથે દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દીધો
- પાલિતાણા પંથકનો બનાવ
- પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં યુવતીની માતાએ ફરિયાદ નોંધાવી
ભાવનગર : પાલિતાણા પંથકમાં ૧૮ વર્ષની યુવતી સાથે શખ્સે દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દીધો હતો. આ અંગે યુવતીની માતાએ પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
પાલિતાણા પંથકની એક ૧૮ વર્ષની યુવતી સાથે સાલમાન શબીરભાઈ સૈયદ (રહે.જમણવાવ, તા.પાલિતાણા) નામના શખ્સે ગત તા.૨૮-૦૬થી ૨૭-૦૭ વચ્ચેના સમયગાળા દરમિયાન યુવતી સાથે શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દીધો હતો. જે અંગે પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં યુવતીની માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.