| Image : Wikipedia |
અમદાવાદ, 01 એપ્રિલ 2023, શનિવાર
સામાન્ય માણસ એક તરફ પેટ્રોલ-ડીઝલ, ખાદ્ય તેલના ભાવવધારાથી પરેશાન છે. ત્યારે તેને વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે. હવે દૂધમાં ભાવ વધારો થયો છે. અમૂલે દૂધની કિંમતમાં પ્રતિ લિટર રૂ.2નો વધારો કર્યો છે.
![]() |
દેશભરની જાણીતી ડેરી અમૂલે દૂધના ભાવમાં વધારો કર્યો છે. જેના કારણે સામાન્ય માણસનું બજેટ બગડી શકે છે. કંપનીએ ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. અમૂલે બજારમાં દૂધની કિંમતમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો છે. અમૂલે છેલ્લા છ માસના ટુંકા ગાળામાં બીજી વખત ભાવવધારો કર્યો છે. અમૂલ દુધની ગોલ્ડ, તાજા, શક્તિ, ટી સ્પેશિયલ, કાઉ મિલ્ક, ચા મઝા, સ્લીમ એન્ડ ટ્રીમ, એ ટુ ગાયનું દુધ, બફેલોના દુધ સહિતની બ્રાન્ડમાં પ્રતિલિટરે 2 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ ભાવવધારો સમગ્ર રાજ્યમાં આજથી જ લાગુ કરવામાં આવ્યો છે.
આજથી નવો ભાવ લાગુ
| બ્રાન્ડ | જૂનો ભાવ (રૂ. / 500 મિલી) | નવો ભાવ (રૂ. / 500 મિલી) |
| અમૂલ ગોલ્ડ (500 મિલી) | 31 | 32 |
| અમૂલ શક્તિ (500 મિલી) | 28 | 29 |
| અમૂલ ગાય (500 મિલી) | 26 | 27 |
| અમૂલ તાઝા (500 મિલી) | 25 | 26 |
| અમૂલ સ્લિમ એન્ડ ટ્રીમ | 22 | 23 |



