Get The App

અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો, 6 મહિનામાં ગ્રાહકોને બીજો ઝટકો, ઘરનુંં બજેટ બગડશે

સામાન્ય માણસ પર વધુ એક મોંઘવારીનો માર

આ ભાવવધારો સમગ્ર રાજ્યમાં આજથી જ લાગુ કરવામાં આવ્યો

Updated: Apr 1st, 2023

GS TEAM


Google News
Google News
અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો,  6 મહિનામાં ગ્રાહકોને બીજો  ઝટકો, ઘરનુંં બજેટ બગડશે 1 - image

Image : Wikipedia

અમદાવાદ, 01 એપ્રિલ 2023, શનિવાર

સામાન્ય માણસ એક તરફ પેટ્રોલ-ડીઝલ, ખાદ્ય તેલના ભાવવધારાથી પરેશાન છે. ત્યારે તેને વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે. હવે દૂધમાં ભાવ વધારો થયો છે. અમૂલે દૂધની કિંમતમાં પ્રતિ લિટર રૂ.2નો વધારો કર્યો છે.

 

અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો,  6 મહિનામાં ગ્રાહકોને બીજો  ઝટકો, ઘરનુંં બજેટ બગડશે 2 - image


દેશભરની જાણીતી ડેરી અમૂલે દૂધના ભાવમાં વધારો કર્યો છે. જેના કારણે સામાન્ય માણસનું બજેટ બગડી શકે છે. કંપનીએ ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. અમૂલે બજારમાં દૂધની કિંમતમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો છે. અમૂલે છેલ્લા છ માસના ટુંકા ગાળામાં બીજી વખત ભાવવધારો કર્યો છે. અમૂલ દુધની ગોલ્ડ, તાજા, શક્તિ, ટી સ્પેશિયલ, કાઉ મિલ્ક, ચા મઝા, સ્લીમ એન્ડ ટ્રીમ, એ ટુ ગાયનું દુધ, બફેલોના દુધ સહિતની બ્રાન્ડમાં પ્રતિલિટરે 2 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ ભાવવધારો સમગ્ર રાજ્યમાં આજથી જ લાગુ કરવામાં આવ્યો છે. 

આજથી નવો ભાવ લાગુ

બ્રાન્ડ
જૂનો ભાવ (રૂ. / 500 મિલી)
નવો ભાવ (રૂ. / 500 મિલી)
અમૂલ ગોલ્ડ (500 મિલી)
31
32
અમૂલ શક્તિ (500 મિલી)
28
29
અમૂલ ગાય (500 મિલી)
26
27
અમૂલ તાઝા (500 મિલી)
25
26
અમૂલ સ્લિમ એન્ડ ટ્રીમ
2223


Tags :