Gujarat

અમૂલ ડેરીની ચૂંટણીમાં ચાર બેઠકો બિનહરીફ 9 બેઠકો માટે 22 ઉમેદવારો વચ્ચે જંગ જામશે

By GS TEAM
30 Aug 20253 mins read
અમૂલ ડેરીની ચૂંટણીમાં ચાર બેઠકો બિનહરીફ 9 બેઠકો માટે 22 ઉમેદવારો વચ્ચે જંગ જામશે

ચૂંટણીમાં 16 ઉમેદવારીપત્ર પરત ખેંચાયા 

સાત બેઠકમાં ભાજપ અને અપક્ષ વચ્ચે રસાકસી થશે

બાલાસિનોર, ઠાસરા, મહેમદાવાદ અને વીરપુર બેઠક બિનહરીફ આણંદ બેઠક પર પાંચ અને માતર બેઠકમાં ત્રણ ઉમેદવારો 

આણંદ: આણંદની અમૂલ ડેરીની ૧૩ બેઠકો માટે ચૂંટણીમાં આજે ૧૬ ઉમેદવારીપત્રો પરત ખેંચાયા હતા. ચાર બેઠકો બિનહરીફ થઇ હતી. હવે ૯ બેઠકો માટે ૨૨ ઉમેદવારો વચ્ચે ૧૦મી સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે. જેમાં સાત બેઠકોમાં ભાજપ અને અપક્ષ વચ્ચે ભારે રસાકસી થશે. 

અમૂલ ડેરીની નિયામક મંડળની સામાન્ય ચૂંટણીની પ્રક્રિયા ૨૮ ઓગસ્ટથી શરૂ થઇ હતી. ૨૯ ઓગસ્ટે ઉમેદવારી પત્રની ચકાસણી થઇ હતી.જેમાં ૧૩ ઉમેદવારી પત્ર રદ થયા હતા અને ૪૨ ઉમેદવારો માન્ય રહ્યાં હતા. આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો છેલ્લો દિવસે ૧૬ ઉમેદવારી પત્ર પરત ખેંચાયા હતા. જેમાં 26 ઉમેદવારી પત્ર માન્ય રહ્યાં હતા અને બેઠકો બિનહરીફ કરવા માટે ભાજપ સામ, દામ, દંડ અને ભેદની નીતિ અજમાવી હતી. 

જેથી બાલાસિનોર, ઠાસરા, મહેમદાવાદ અને વીરપુર બેઠક બિનહરીફ થઇ હતી. હવે અમૂલ ડેરીમાં નવ બેઠકો માટે ૨૨ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ તા. ૧૦મી સપ્ટેમ્બરે ખેલાશે. આણંદ બેઠકમાં પાંચ, માતર બેઠકમાં ત્રણ ઉમેદવારો વચ્ચે ટક્કર થશે. જયારે સાત બેઠકમાં ભાજપ અને અપક્ષ વચ્ચે સીધો જંગ જામશે. તા. ૧૦મી સપ્ટેમ્બરે બેલેટ પેપરથી ચૂંટણી યોજાશે અને ઉમેદવારોને નિશાન ફાળવણી સહિતની  પ્રક્રિયા હાથ ધરાઇ છે.  

આણંદ બેઠક પર કાંતિભાઇ સોઢા પરમાર માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનશે

કોંગ્રેસ છોડીને ભાજપમાં આવીને અમૂલના વાઇસ ચેરમેન બનેલા કાંતિભાઈ સોઢા પરમાર માટે આણંદ બેઠક પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની છે. હાલ આ બેઠકમાં ચાર સક્ષમ ઉમેદવારો ચૂંટણી જંગમાં હોવાથી ૧૦૭ મતદારો ધરાવતી આણંદ બેઠકમાં ભારે ઉત્તેજના સર્જાશે. કાંતિભાઈ આ બેઠક નહીં જીતે તો તેમના રાજકીય ભવિષ્ય ઉપર પ્રશ્ન ઉઠી શકે તેમ છે.

પેટલાદ બેઠક બિનહરીફ કરાવવા માટે છેલ્લી ઘડી સુધીના પ્રયાસો

ભાજપ માટે પ્રતિાની બેઠક ગણાતી પેટલાદ બેઠકમાં હાલ કેડીસીસીના ચેરમેન તેજસ પટેલ ના પત્ની બીનાબેન પટેલ ઉમેદવારી કરી રહ્યા છે. ત્યારે આ બેઠક બિનહરીફ થાય તે માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા અને બિનહરીફ  થવાની ઉજળી તકો પણ બપોર સુધીમાં સાંભળવા મળી હતી પરંતુ છેલ્લે આશા ઉપર પાણી ફરી વળતો હવે ચૂંટણી જંગ જામશે.


ડેરીની ચૂંટણીના ઉમેદવારોની આખરી યાદી

આણંદ જિલ્લો

બેઠક

ઉમેદવાર

પક્ષ

આણંદ

ગૌરાંગ અરવિંદભાઈ પટેલ

અપક્ષ

આણંદ

પિયુષકુમાર જીતસિંહ રાજ

અપક્ષ

આણંદ

કાન્તીભાઈ સોઢા પરમાર

ભાજપ

આણંદ

અશોકભાઈ સોલંકી

અપક્ષ

આણંદ

ભરતભાઈ સોલંકી

અપક્ષ

ખંભાત

રાજેન્દ્રસિંહ પરમાર

ભાજપ

ખંભાત

ગોવિંદભાઈ પરમાર

અપક્ષ

બોરસદ

ગુલાબસિંહ પઢીયાર

ભાજપ

બોરસદ

રાજેન્દ્રસિંહ પરમાર

ભાજપ

પેટલાદ

રશ્મિબેન જાદવ

અપક્ષ

પેટલાદ

બીનાબેન પટેલ

ભાજપ

ખેડા જિલ્લો

કઠલાલ

ઘેલાભાઈ ઝાલા

ભાજપ

કઠલાલ

જયેન્દ્રસિંહ ઠાકોર

અપક્ષ

કપડવંજ

પટેલ ધવલભાઈ

ભાજપ

કપડવંજ

સોલંકી ભુરાભાઇ

અપક્ષ

માતર

સંજયભાઈ પટેલ

અપક્ષ

માતર

ભગવતસિંહ પરમાર

ભાજપ

માતર

કેસરીસિંહ સોલંકી

અપક્ષ

નડીયાદ

વિપુલભાઈ પટેલ

ભાજપ

નડીયાદ

પરમાર મંગળભાઈ

ભાજપ

વ્યકિતગત સભાસદ

વ્યક્તિગત

પટેલ રંજીતભાઈ

ભાજપ

વ્યકિતગત

પટેલ વિજયભાઈ

અપક્ષ

બિનહરીફ ઉમેદવારોની યાદી

બાલાસિનોર

-

રાજેશભાઈ પાઠક

ઠાસરા

-

પ્રિયાબેન પરમાર

મહેમદાવાદ

-

ગૌતમભાઈ ચૌહાણ

વિરપુર

-

શાભેસિંહ પરમાર

અમુલમાં ફોર્મ પરત ખેંચેલા ઉમેદવારો

 

 

આણંદિ જિલ્લો

ઉમેદવાર

આણંદ

ગોપાલસિંહ ચાવડા

આણંદ

ભરતભાઈ પટેલ

ખંભાત

પ્રવિણભાઈ પટેલ

ખંભાત

પ્રવિણભાઈ મકવાણા

બોરસદ

નટવરસિંહ મહીડા

પેટલાદ

પ્રફૂલ્લાબેન મહીડા

ખેડા

કઠલાલ

ઝાલા જયંતિભાઈ

કઠલાલ

સોલંકી રમણસિંહ

કઠલાલ

શિલ્પાબેન શાહ

૧૦

કઠલાલ

પ્રતાપભાઈ રાઠોડ

૧૧

કપડવંજ

જયેશભાઈ પટેલ

૧૨

કપડવંજ

રાઠોડ ગણપતભાઈ

૧૩

મહેમદાવાદ

ચૌહાણ રતનસિંહ

૧૪

નડીયાદ

મુકુન્દભાઈ વાઘેલા

મહીસાગર

૧૫

બાલાસિનોર

પાર્થ પાઠક

૧૬

બાલાસિનોર

મંગળસિંહ ઠાકોર