AMTS,BRTS,GSRTC,METRO કનેકટિવીટી , અખબારનગરમાં ૧૮ માળનુ મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ બનશે

અમદાવાદ,શુક્રવાર,14
નવેમ્બર,2025
અમદાવાદના અખબારનગર વિસ્તારમાં એ.એમ.ટી.એસ. ઉપરાંત
બી.આર.ટી.એસની સાથે એસ.ટી.બસ એક જ સ્થળે પાર્ક થઈ શકે અને મળી રહે એ માટે ૫૫૬૪
સ્કેવર મીટરના વિસ્તારમાં પબ્લિક પ્રાઈવેટ પાર્ટનર્શીપના ધોરણે ૧૮ માળનુ મલ્ટિમોડલ
ટ્રાન્સપોર્ટ હબ બનાવાશે.ગ્રાઉન્ડ તથા પહેલા અને બીજા ફલોર ઉપર રીટેઈલ આઉટલેટસ
બનશે.ત્રીજા ફલોર ઉપર બેન્કવેટ હોલ,ઓડિટોરીયમ,રેસ્ટોરન્ટ,ગેમીંગ ઝોન
સહિતની સુવિધા હશે.ઉપરાંત સોલાર રુફટોપ પણ હશે.
મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા અખબારનગર વિસ્તારમાં
મલ્ટિમોડલ હબ ડેવલપ કરવા બીડરો પાસેથી ઓફર મંગાવાઈ છે.અખબારનગર કીટલી સર્કલ પાસે
આવેલા ફાઈનલ પ્લોટમાં મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવા જાગ ડિઝાઈનર
પ્રા.લી.દ્વારા આ પ્રોજેકટ માટે આર્કિટેકચર અને ડિઝાઈન વર્ક તૈયાર કરવામા આવ્યુ
છે.આ પ્રોજેકટમા રસ ધરાવતા બીડરોએ ૨૭ ડિસેમ્બર-૨૦૨૫ સુધીમા તેમની ઓફર સબમીટ કરવી
પડશે.અમદાવાદમાં વર્લ્ડ કલાસ પેસેન્જર ફેસીલીટી સાથે મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ
તૈયાર કરાશે.પ્રોજેકટ પાછળ ખરેખર કેટલો અંદાજિત ખર્ચ થશે એ બીડરો તરફથી કયા
પ્રકારની અને કેવી ઓફર કરાય છે એ પછી ટેકનીકલ ઈવેલ્યુએશન કર્યા પછી ચોકકસ રકમ વિશે
કહી શકાશે એમ ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન ધરમસિંહ દેસાઈએ કહયુ છે.આ હબ બનવાથી
એસ.ટી.સહિતની બસોને શહેરના ગીચ ટ્રાફિકમાં વખતોવખત થતી સમસ્યાનો અંત આવશે.ઉપરાંત
જે પેસેન્જરો શહેર બહારથી જ જે તે બસ પકડવા માંગે છે તેમને ઘણી રાહત થશે.
મેટ્રો સ્ટેશનને કનેકટ કરતો ફુટ ઓવરબ્રિજ બનાવાશે
-મલ્ટિમોડલ
ટ્રાન્સપોર્ટ હબ પ્રોજેકટમાં મેટ્રો સ્ટેશનને કનેકટ કરતો ફુટ ઓવરબ્રિજ બનાવાશે.
-રાહદારીઓ
માટે કવર્ડ એરીયા ઉપલબ્ધ કરાવાશે.
-પબ્લિક
અને પ્રાઈવેટ વાહનો માટે ઈલેકટ્રિક ચાર્જિંગ પોઈન્ટ હશે.
- ચોથા
માળે પોડિયમ ગાર્ડન બનાવાશે
-થ્રી
લેવલ બેઝમેન્ટ પાર્કિંગમાં ટુ અને ફોર વ્હીલર પાર્ક કરી શકાશે.
પૂર્વ તરફથી બસોની એન્ટ્રી પશ્ચિમ તરફના રોડથી બહાર નીકળશે
એ.એમ.ટી.એસ. ઉપરાંત બી.આર.ટી.એસ.તથા એસ.ટી.ની બસોને પૂર્વ
તરફના ૩૦ મીટરના રોડથી એન્ટ્રી અપાશે.પશ્ચિમ તરફના રોડથી બસો બહાર જઈ શકશે.મેટ્રો
સ્ટેશન ઉત્તર દિશામા આવેલુ છે. બી.આર.ટી.એસ.ટર્મિનલ દક્ષિણ તરફની દિશામા આવેલુ છે.








