Get The App

અમરેલીમાં એક બીજા પર ફેંકાયા આગના ગોળા, ઈંગોરિયા યુદ્ધની પરંપરા આજે પણ અકબંધ

Updated: Nov 1st, 2024

GS TEAM


Google News
Google News
અમરેલીમાં એક બીજા પર ફેંકાયા આગના ગોળા, ઈંગોરિયા યુદ્ધની પરંપરા આજે પણ અકબંધ 1 - image


Ingoriya Crackers War In Savarkundla: અમરેલીના સાવરકુંડલામાં વર્ષો જૂની પરંપરા જળવાઈ છે. જ્યાં દિવાળીના દિવસે ઈંગોરિયા અને કોકડાનું યુદ્ધ જામે છે. સાવરકુંડલામાં દૂનિયામાં એક માત્ર એવુ ગામ છે જ્યાં શિવાકાશીના ફટાકડાના બદલે ઘરે બનાવેલા ફટાકડા યુવાનો એક બીજા પર ફેંકની દિવાળીની ઉજવણી કરી છે. 

અમરેલીમાં એક બીજા પર ફેંકાયા આગના ગોળા, ઈંગોરિયા યુદ્ધની પરંપરા આજે પણ અકબંધ 2 - image

સાવરકુંડલામાં વર્ષોથી રમાતી પરંપરાગત રમત 

સાવરકુંડલામાં લગભગ 70 વર્ષથી દિવાળીની રાત્રે ઈંગોરિયાની લડાઈ જામે છે. યુવાનો ગામના અલગ અલગ ચોકમાં ભેગા થઈ એક બીજા પર ઈંગોરિયાને સળગાવી યુવાનો એક બીજા પર ફેંકે છે. આ રમત વર્ષોથી રમાતી આવે છે. લગભગ આ ચોથી પેઢી આ રમત રમી રહી છે. વર્ષો પહેલા સાવર અને કુંડલા વચ્ચે આ યુદ્ધ જામતું હતુ. હવે શહેરના મુખ્ય ત્રણ ચોકમાં આ રમત રમાતી રહે છે. આ રમત જોવા અમદાવાદ, રાજકોટ, મુંબઈ અને કોલકાતા જેવા મોટા શહેરોમાંથી લોકો આવે છે.

અમરેલીમાં એક બીજા પર ફેંકાયા આગના ગોળા, ઈંગોરિયા યુદ્ધની પરંપરા આજે પણ અકબંધ 3 - image

ઈંગોરિયાની રમતથી કોઈ વ્યક્તિ દાઝતું નથી

ઈંગોરિયાની રમત અંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે, 'ઈંગોરિયાની રમત છેલ્લા ચાર દાયકાથી સાવરકુંડલામાં રમાય છે. પહેલા ઈંગોરિયાની રમત રમાતી હતી, પરંતુ સમય જતાં હવે કોકડાએ સ્થાન લીધું છે. યુવાનો ઈંગોરિયા અને કોકડા એક બીજા ઉપર ફેંકે છે. આ રમતથી કોઈ વ્યક્તિ દાઝતું નથી. આ રમત સાવરકુંડલાના નાવલી ચોક, રાઉન્ડ વિસ્તારમાં તેમજ દેવળાગેઇટ વિસ્તારમાં રમાય છે. સાવરકુંડલાની બહાર રહેતા લોકો પણ ઈંગોરિયા અને કોકડાની રમત જોઈને ચકિત થઈ જાય છે.'

આ પણ વાંચો: દિવાળીની રાત્રે રાજકોટમાં 'તથ્ય'વાળી : નશામાં ચૂર નબીરાએ 9 વાહન અને 5 લોકોને ફંગોળી નાખ્યાં!


અમરેલીમાં એક બીજા પર ફેંકાયા આગના ગોળા, ઈંગોરિયા યુદ્ધની પરંપરા આજે પણ અકબંધ 4 - image

એક મહિના પહેલા ઈંગોરિયામાં દારૂગોળો ભરવામાં આવે છે

ઈંગોરિયા અને કોકડાના યુદ્ધ વખતે અહીં એમ્બ્યુલન્સ ફાયર વિભાગ ટીમ સતત તહેનાત રહે છે. તેમજ પોલીસ બંદોબસ્ત તહેનાત હોય છે. આ યુદ્ધ સંપૂર્ણ સ્પોર્ટ્સમેનશિપ સાથે લડાય છે. એ પછી કોઈ સામે વૈમનસ્ય કે ગુસ્સો રાખવામાં આવતો નથી. બધાને એક જ હોંશ હોય છે કે આ પરંપરા સતત જળવાવી જોઈએ. યુદ્ધ લડવા માટે એક મહિના પહેલા ઈંગોરિયા ફળમાં દારૂગોળો ભરવાની કામગીરી ચાલુ થઈ જતી હોય છે. 

અમરેલીમાં એક બીજા પર ફેંકાયા આગના ગોળા, ઈંગોરિયા યુદ્ધની પરંપરા આજે પણ અકબંધ 5 - image

Tags :