'અમુક બાબતો ધ્યાને આવી છે તમારી વિજિલન્સની તપાસ મૂકી..', કૃષિમંત્રીએ કોન્ટ્રાકટરોને આપી ચેતવણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Amreli News : અમરેલીના કુંકાવાવ એસટી બસ સ્ટેન્ડના લોકાર્પણ પ્રસંગે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ રોડ રસ્તાના કામો કરતા કોન્ટ્રાકટરોને ચેતવણી આપી હતી. કહ્યું હતું કે 'અમરેલીમાં કેટલીક બાબતો અમારા ધ્યાનમાં આવી છે, રિપોર્ટ મંગાવાયા છે વિજિલન્સની તપાસ મુકાવી છે, લોકોના લોહી ચૂસવાના પૈસા નથી બરોબર કામ થાય એની જવાબદારી તમારી છે, લોકોને કહ્યું ખોટું થતું હોય તો કહો'
'વર્ષોથી કામ કરનારાઓ ચેતી જાય'
કૃષિમંત્રીએ કોન્ટ્રાકટરોને ટાંકીને કહ્યું કે 'અહીંયા કલેક્ટરને મે અવાર નવાર કહ્યું છે તમને પણ કહીએ છીએ ભૂપેન્દ્રભાઈએ કહ્યું છે રોડમાં કે અન્ય કામમાં કોઈ કોમ્પ્રોમાઈઝ કરવાના નથી તમે એના નિરીક્ષક બનો લોકો નિરક્ષક બને પ્રતિનિધિ નિરીક્ષક બનેને ખોટું થતું હોય તો કલેક્ટરને કયો અમે એને જે કરવું ઘટે એ કરવા માટે સરકારની તૈયારી છે, કશું જ ખોટું ચલાવવા માંગતા નથી, સુવિધાઓ વ્યવસ્થિત બને, અને અમે ઘણા બધા એવા એક્શન લેવા જઈ રહ્યા છે વર્ષોથી કામ કરનારાઓ ચેતી જાય તમને બ્લેકલિસ્ટ કરશું. આખા રાજ્યમાં દેશમાં કામ નહી કરી શકો એ પ્રકારે અમારા ધ્યાનમાં અમરેલીમાં કેટલીક બાબત આવી છે તમને ભરોસો આપું છું પ્રભારી મંત્રી તરીકે તમે એને છોડવાના નથી મેં રિપોર્ટ મંગાવ્યા છે વિજિલન્સની તપાસ મુકાવી છે'
'લોકોના પૈસા લોહી ચૂસવા માટે નથી'
વધુમાં કૃષિમંત્રીએ જણાવ્યું કે 'લોકોનું કામ છે ભાઈ તમે કરો તમે મહેનતના પૈસા કમાવો પણ તમે એ પ્રકારે લોકોના પૈસા લોહી ચૂસવા માટે નથી, બરાબર રીતે કામ થાય એનું ધ્યાન રાખવાની જવાબદારી હું તમને આપું છું, તાલુકાને આપું છું તમે ધ્યાન રાખો, તમે તમારા વિસ્તારમાં થતાં કામની રખેવાડી કરજો, નેગેટિવ રીતે નહી સારું કામ થતું હોય તો એને વધાવીએ એનો અર્થ એવો નથી કે અમને કીધું છે એટલે હવે તમે આમ કરો ને તેમ કરો પણ જ્યાં ખોટું કે હલકી ગુણવત્તાનું કામ થતું હોય ત્યારે ફરિયાદ કરો'
કોંગ્રેસના શાસનને યાદ કર્યું
કડકાઈ સાથે રમૂજમાં જીતુ વાઘાણીએ કોંગ્રેસ અને આપને નિશાને લીધા હતા અને કહ્યું હતું કે 'કોંગ્રેસના શાસનને યાદ કરીએ એટલે મજા આવે હો, અમને યાદ છે કે નાના હતા ત્યારે પાંચ વર્ષે એ માંડ માંડ પાછા આવે, સામે કોઈ વિકલ્પ ન હતો એટલે, પછી ભારતીય જનતા પાર્ટી આપે ચૂટીને મોકલ્યા, હવે આપણું અંતર ઘટ્યું અધિકારીઓનું અંતર ઘટ્યું, પેલા ડામર રોડ માટે ડિમાન્ડ થતી હવે ગામમાં જાયને કૌશિકને ભરતને અમારા તો સીસી રોડ જોવે છે, આ લે લે, સીસી આપો પછી એ થઈ જાય પછી કહે બ્લોક લાવો બ્લોક, પડખે બ્લોક નાખેલા છે ગામમાં, જુઓ તો ખરા ગામડાનું સ્ટાન્ડર્ડ કેટલું હાય કરી દીધું આપણે, અમને આનંદ છે'








