અમરેલી: જાફરાબાદના દરિયામાં 9 ખલાસીઓ 6 દિવસથી લાપતા, બેના મૃતદેહ મળ્યા
Jafrabad News : જાફરાબાદના અરબી સમુદ્રમાં ત્રણ બોટ એ જળ સમાધિ લીધી હતી. બોટમાં સવાર 11 માછીમારો લાપતા થયા હતા પાંચ દિવસથી કોસગાર્ડ દ્રારા શોધખોળ શરૂ કરાઈ છે લાપતા માછીમારો માંથી બે વ્યક્તિના મૃતદેહ મળી આવતા પરિવારને સોંપવામાં આવ્યા છે.
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં દરિયાઈ દુર્ઘટનાની ઘટના સામે આવી છે. અરબી સમુદ્રમાં માછીમારી કરવા ગયેલા ખલાસીઓ ની ત્રણ બોટે જળ સમાધિ લીધી હતી. ત્રણ બોટમાં 28 જેટલા ખલાસીઓ સવાર હતા. તેમાં અન્ય બોટ દ્વારા 17 જેટલા માછીમારો ને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા હતા. ત્યારે 11 માછીમારો લાપતા દરિયામાં થયા હતા. પાંચ દિવસથી કોસગાર્ડ સહિતની ટીમોએ લાપતા માછીમારોની શોધખોળ શરૂ કરી હતી. આજે શનિવારેના રોજ બે ખલાસીઓના મૃતદેહ દરિયામાથી મળી આવ્યા છે. કોસ્ટગાર્ડની ટીમે બંને મૃતદેહને બહાર કાઢીને પીપાવાવ જેટી પર લાવ્યા હતા.
2 ખલાસીના મૃતદેહ મળી આવ્યા
મૃતદેહોની ઓળખ દિનેશ બારિયા અને વિનોદ બારિયા નામના બે વ્યક્તિ તરીકે થઈ છે. મૃતકના પરિવારજનો પણ સ્થળ પર પહોંચ્યા હતા અને ઓળખની પુષ્ટિ કરી હતી. બંને મૃતદેહોને જાફરાબાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં પોસ્ટમોર્ટમ માટેની તજવીજ હાથ ધરી ધરવામાં આવી હતી.
મૃતદેહો હોસ્પિટલમાં પહોંચતા જ મોટી સંખ્યામાં લોકો ત્યાં દોડી આવ્યા હતા. સ્થાનિકોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. જિલ્લાના રાજકીય નેતાઓ અને અધિકારીઓ પણ પીપાવાવ અને જાફરાબાદ હોસ્પિટલ પહોંચ્યા હતા. સાંસદ ભરત સુતરીયા, ધારાસભ્ય હીરા સોલંકી જીલ્લા રેજ આઇજી ગૌતમ પરમાર જિલ્લા પોલીસ વડા સંજય ખરાત તેમજ પ્રાંત અધિકારી મેહુલ બરાસરા સહિતના હોસ્પિટલ પહોંચ્યા હતા.
ગુમ થયેલા ખલાસીઓના નામ
રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ જણાવ્યું હતું કે હાલમાં નવ ખલાસીઓ હજુ સુધી લાપતા છે. કોસ્ટગાર્ડની ટીમ દરિયામાં સતત શોધખોળ કરી રહી છે. તોફાની પવન અને ઉંચા મોજાંના કારણે શોધ કામગીરી મુશ્કેલ બની રહી છે, છતાંય તમામ ટીમો ખલાસીઓને શોધવાના પ્રયાસ કરે છે. માછીમારોના પરિવારજનો જાફરાબાદ તથા પીપાવાવ ખાતે મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા છે અને આશા-ચિંતા વચ્ચે લાપતા માછીમારોની રાહ જોઈ રહ્યા છે.
જયવીર ગઢવી (ASP અમરેલી)એ જણાવ્યું હતું કે દરિયામાં જિંદગી જોખમમાં મૂકી માછીમારી કરનારા લોકોની મુશ્કેલીઓ ફરી એકવાર સામે આવી છે. તોફાની હવામાન વચ્ચે દરિયામાં હજુ 9 માછીમારો લાપતા છે તેમના પરિવાર પર આજે દુઃખ ના ડુંગર પડ્યા છે.