Gujarat

અમરેલીમાં ધોધમાર વરસાદને પગલે બે નદીઓમાં પૂર, ઑરેન્જ ઍલર્ટ વચ્ચે મેઘમહેર યથાવત્

By GS TEAM
23 Jun 20252 mins read
TukuTouch Logo
ગુજરાતમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે અમરેલી જિલ્લામાં આજે (23મી જૂન) હવામાન વિભાગ દ્વારા ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન રાજુલા, સાવરકુંડલા, વડિયા, કુંકાવાવ, અમરેલી સહિત ધોધમાર વરસાદ પડ્યો છે. જેના કારણે શેત્રુંજી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ ઉપરાંત અમરેલી-બગસરા વચ્ચે આવેલા બાબાપુર ગામ નજીક સાતલડી નદીમાં પૂર આવ્યું છે. અમરેલી જિલ્લામાં સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. તેમજ અનેક વિસ્તારોમાં વાવાણી લાયક વરસાદ થતાં ખેડૂતો વાવણીની કામગીરી આદરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલીમાં ધોધમાર વરસાદને પગલે બે નદીઓમાં પૂર, ઑરેન્જ ઍલર્ટ વચ્ચે મેઘમહેર યથાવત્

Rain in Amreli: ગુજરાતમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે અમરેલી જિલ્લામાં આજે (23મી જૂન) હવામાન વિભાગ દ્વારા ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન રાજુલા, સાવરકુંડલા, વડિયા, કુંકાવાવ, અમરેલી સહિત ધોધમાર વરસાદ પડ્યો છે. જેના કારણે શેત્રુંજી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ ઉપરાંત અમરેલી-બગસરા વચ્ચે આવેલા બાબાપુર ગામ નજીક સાતલડી નદીમાં પૂર આવ્યું છે. અમરેલી જિલ્લામાં સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. તેમજ અનેક વિસ્તારોમાં વાવાણી લાયક વરસાદ થતાં ખેડૂતો વાવણીની કામગીરી આદરી છે. 


હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (23મી જૂન) અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ,  બોટાદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, વડોદરા,  આણંદ, ભરુચ,  પંચમહાલ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે. આ જિલ્લાઓમાં આજે જોરદાર વરસાદ વરસી શકે છે.  

આ પણ વાંચો: સુરતમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ, બે કલાકમાં 6 ઈંચ જેટલો વરસાદ ખાબકતાં ચોરેકોર જળબંબાકાર

24મી જૂનની આગાહી

24 જૂનના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના સહિતના 16 જિલ્લામાં મેઘગર્જના સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરુચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. 

25 જૂનની આગાહી 

25 જૂને અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, વડોદરા, સુરત, તાપ, ડાંગ, નર્મદા અને ભરુચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે આગામી 26થી 28 જૂન સુધીમાં રાજ્યભરમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદને પગલે હવામાન વિભાગે ઍલર્ટ જાહેર કર્યુ છે.