ગીર બન્યું 'લાયન કિંગ'નું રિયલ લોકેશન: પહાડની ટોચ પર સાવજની ગર્જના અને આંબાવાડિયામાં રાજવી ઠાઠ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gir Forest Lion Roar Viral Video: એશિયાટિક સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન એવું ગીર ફરી એકવાર તેના અદભુત નજારાને કારણે ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર ગીરના બે અલગ-અલગ વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેને જોઈને વન્યજીવ પ્રેમીઓ મંત્રમુગ્ધ થઈ ગયા છે. એક વીડિયોમાં સાવજ પહાડની ટોચ પર ગર્જના કરતો જોવા મળી રહ્યો છે, તો બીજા વીડિયોમાં સિંહ આંબાના બગીચામાં આરામ ફરમાવતો નજરે પડે છે.
જાણે હોલીવુડની ફિલ્મ ‘ધ લાયન કિંગ’ જીવંત થઈ!
અમરેલી: સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા પ્રથમ વીડિયોમાં ગીરના પહાડોમાં આબેહૂબ હોલીવુડ ફિલ્મ 'ધ લાયન કિંગ' જેવા દ્રશ્યો સર્જાયા છે. સૂર્યોદયની આછી લાલાશ અને ગીરની ઘટાદાર વનરાજી વચ્ચે એક ડુંગરની ટોચ પર ગુજરાતનું ગૌરવ એવો સાવજ બિરાજમાન જોવા મળે છે. જુઓ VIDEO
શાંત પરિસરની વચ્ચે જ્યારે આ વનરાજે પ્રચંડ ગર્જના કરી, ત્યારે આખું ગીર ગાજી ઉઠ્યું હતું. આ રોમાંચક નજારો કેમેરામાં કેદ કરનાર પ્રવાસીઓના મોઢેથી પણ કુદરતી રીતે જ 'ભાઈ.. ભાઈ..' શબ્દો સરી પડ્યા હતા. સોશિયલ મીડિયા પર આ વીડિયોને હજારો લોકો પસંદ કરી રહ્યા છે.
ધારીના હુડલીમાં 'કેસરી લટાર'
બીજી તરફ, અમરેલી જિલ્લાના ધારી ગીરના હુડલી ગામેથી પણ સિંહનો એક દિલચસ્પ વીડિયો સામે આવ્યો છે. અહીં એક સિંહ આંબાના બગીચામાં નિરાંતે આરામ કરતો અને લટાર મારતો જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ધારી અને તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોનું કાયમી સામ્રાજ્ય સ્થપાયેલું છે. અહીં વહેલી સવારે કે મોડી રાત્રે સિંહોનું રહેણાંક વિસ્તારની નજીક દેખાવું હવે સામાન્ય વાત બની ગઈ છે.

સિંહોનું વધતું સામ્રાજ્ય
વન વિભાગ અને સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ગીરના સિંહો હવે માત્ર જંગલ પૂરતા મર્યાદિત ન રહેતા રેવન્યુ વિસ્તારો અને ડુંગરાળ પટ્ટીઓમાં પણ મુક્તપણે વિહાર કરી રહ્યા છે. જ્યારે પણ આ રાજવી ઠાઠ ધરાવતા પ્રાણીઓ કેમેરામાં કેદ થાય છે, ત્યારે તેમની શાનદાર એન્ટ્રી સોશિયલ મીડિયામાં ધૂમ મચાવે છે. આ વીડિયો ફરી એકવાર સાબિત કરે છે કે ગીરની શાન અને સિંહનો દબદબો આજે પણ અકબંધ છે.








