Gujarat

અમરેલી: બાબરાના કોટડા પીઠા ગામે ગૌચરની જમીન મામલે બે પક્ષ વચ્ચે મારામારી, ઈજાગ્રસ્ત વૃદ્ધનું સારવાર દરમિયાન મોત

By GS TEAM
30 Mar 20262 mins read
TukuTouch Logo
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના કોટડા પીઠા ગામે ગૌચરની જમીન પર ખેતી કરવા જેવી બાબતે બે પક્ષો વચ્ચે થયેલી હિંસક મારામારીમાં એક વૃદ્ધનું મોત નિપજ્યું છે. બે દિવસ પહેલા થયેલી આ મારામારીમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા વૃદ્ધે રાજકોટ ખાતે સારવાર દરમિયાન દમ તોડ્યો છે. આ મામલે બાબરા પોલીસે હવે હત્યાનો ગુનો નોંધી આરોપીની શોધખોળ તેજ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલી: બાબરાના કોટડા પીઠા ગામે ગૌચરની જમીન મામલે બે પક્ષ વચ્ચે મારામારી, ઈજાગ્રસ્ત વૃદ્ધનું સારવાર દરમિયાન મોત

Amreli Crime News: અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના કોટડા પીઠા ગામે ગૌચરની જમીન પર ખેતી કરવા જેવી બાબતે બે પક્ષો વચ્ચે થયેલી હિંસક મારામારીમાં એક વૃદ્ધનું મોત નિપજ્યું છે. બે દિવસ પહેલા થયેલી આ મારામારીમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા વૃદ્ધે રાજકોટ ખાતે સારવાર દરમિયાન દમ તોડ્યો છે. આ મામલે બાબરા પોલીસે હવે હત્યાનો ગુનો નોંધી આરોપીની શોધખોળ તેજ કરી છે.

શું હતી સમગ્ર ઘટના?

મળતી માહિતી અનુસાર, કોટડા પીઠા ગામની ગૌચરની જમીનમાં ખેતી કરવાના પ્રશ્ને બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વિવાદ એટલો વણસ્યો હતો કે બંને પક્ષો લાકડીઓ લઈને સામસામે આવી ગયા હતા. આ હિંસક અથડામણ દરમિયાન બાબભાઈ ખાચર નામના વૃદ્ધ પર લાકડીઓ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.

હુમલામાં બાબભાઈ ખાચરને માથા અને શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, બે દિવસ સુધી જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાધા બાદ આખરે તેમનું કરુણ મોત નિપજ્યું છે. વૃદ્ધના મોતને પગલે પરિવાર અને ગામમાં શોક સાથે રોષની લાગણી ફેલાઈ છે.

આ પણ વાંચો: ગુજરાત પર માવઠાનું સંકટ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા આ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી

પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી

વૃદ્ધના મોત બાદ બાબરા પોલીસે આ કેસમાં હત્યાની કલમોનો ઉમેરો કર્યો છે. પોલીસે રમેશ ગોરધન સોલંકી નામના શખસ સામે ગુનો નોંધી તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ગૌચરની જમીન પર ગેરકાયદે ખેતી કે દબાણના વિવાદે એક વ્યક્તિનો જીવ લીધો હોવાથી પોલીસે આ મામલે ઊંડી તપાસ શરૂ કરી છે.