Get The App

VIDEO : અમરેલી સિવિલ હોસ્પિટલમાં હિટ એન્ડ રનની ઘટના, 3 લોકોને અડફેટે લીધા

Updated: Jul 1st, 2025

GS TEAM

Google News
Google News
VIDEO : અમરેલી સિવિલ હોસ્પિટલમાં હિટ એન્ડ રનની ઘટના, 3 લોકોને અડફેટે લીધા 1 - image


Hit And Run:  અમરેલીમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં પૂરપાટ ઝડપે આવી રહેલી અજાણી કારે ત્રણ લોકોને અડફેટે લીધા હતા, જેમાં બે લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્તોને અમરેલી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા. આ ઘટનાની જાણ થતાં સિટી પોલીસે તપાસનો ધમધાટ શરૂ કર્યો છે. 

VIDEO : અમરેલી સિવિલ હોસ્પિટલમાં હિટ એન્ડ રનની ઘટના, 3 લોકોને અડફેટે લીધા 2 - image

પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલી ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં જ હિટ એન્ડ રનની ઘટના બની છે.  એક કાર ચાલકે ગફલતભર્યું ડ્રાઇવિંગ કરી ત્રણ લોકોને અડફેટે લીધા હતા, જેમાં બે લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. જેથી ઇજાગ્રસ્તોને અમરેલી ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ રાજકોટ ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. કાર ચાલકે હોસ્પિટલના મેડિકલ વાહનને પણ ટક્કર મારતાં મેડિકલ વાનને પણ નુકસાન થયું છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. આ મામલે અમરેલી સીટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

VIDEO : અમરેલી સિવિલ હોસ્પિટલમાં હિટ એન્ડ રનની ઘટના, 3 લોકોને અડફેટે લીધા 3 - image

Tags :