Gujarat

અમરેલી જિલ્લાના બગસરા નજીક ભાઈએ સગી બહેનની કરી હત્યા: પ્રેમસંબંધનો કરુણ અંજામ

By GS TEAM
26 Aug 20251 min read
TukuTouch Logo
અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના સાપરા ગામમાં એક અત્યંત કરુણ અને ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક ભાઈએ પોતાની જ સગી બહેનની હત્યા કરી છે. આ હત્યા પાછળનું કારણ આરોપીની દીકરી અને મૃતક મહિલાના પુત્ર વચ્ચેનો પ્રેમસંબંધ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોક અને ચકચાર ફેલાઈ ગઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલી જિલ્લાના બગસરા નજીક ભાઈએ સગી બહેનની કરી હત્યા: પ્રેમસંબંધનો કરુણ અંજામ

Amreli News : અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના સાપરા ગામમાં એક અત્યંત કરુણ અને ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક ભાઈએ પોતાની જ સગી બહેનની હત્યા કરી છે. આ હત્યા પાછળનું કારણ આરોપીની દીકરી અને મૃતક મહિલાના પુત્ર વચ્ચેનો પ્રેમસંબંધ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોક અને ચકચાર ફેલાઈ ગઈ છે.

મળતી માહિતી અનુસાર મૃતક મહિલા ગીતાબેનનો પુત્ર અને આરોપી નરેશની દીકરી વચ્ચે પ્રેમસંબંધ હતો. આ સંબંધને કારણે બંને પરિવારો વચ્ચે મનદુઃખ ચાલતું હતું. આ મનદુઃખ એટલી હદે વધી ગયું કે, આજે નરેશે ઉશ્કેરાઈને પોતાની જ સગી બહેન ગીતાબેનની હત્યા કરી નાખી હતી.

ઘટનાની જાણ થતાં જ બગસરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતક ગીતાબેનની ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે બગસરાની હોસ્પિટલમાં ખસેડી છે. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી નરેશની ધરપકડ કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.