ટેકનોલોજી ફેકલ્ટીમાં પૂર્વ વિદ્યાર્થીઓએ બનાવી આપેલા એમ્ફી થિયેટરની દુર્દશા

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં પૂર્વ વિદ્યાર્થીઓએ બનાવી આપેલા એમ્ફી થિયેટરની જાળવણીના અભાવે દુર્દશા થઈ રહી છે.
ટેકનોલોજી ફેકલ્ટીમાં પૂર્વ વિદ્યાર્થીઓ સક્રિય છે.પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા વખતો વખત ફેકલ્ટીને કોઈને કોઈ પ્રકારે સહાય કરવામાં આવતી હોય છે.ફેકલ્ટીમાં સાંસ્કૃતિક અને બીજા કાર્યક્રમોના આયોજન માટે સિવિલ એન્જિનિયરિંગ વિભાગની ૧૯૯૦ની બેચના પૂર્વ વિદ્યાર્થીઓ એમ્ફી થિયેટર બનાવી આપવા માટે આગળ આવ્યા હતા.
તેમણે આ માટે ૧૪ લાખ રુપિયાનું ડોનેશન એકત્ર કર્યું હતું અને બીજા ૬ લાખ રુપિયા જેટલી રકમ યુનિવર્સિટીએ ફાળવી હતી.આમ લગભગ ૨૦ લાખ રુપિયના ખર્ચે બનેલા એમ્ફી થિયેરટરનું ૨૦૨૦માં ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
સૂત્રોનું કહેવું છે કે, થિયેટરની જાળવણી યોગ્ય રીતે થઈ રહી નથી અને તેના કારણે અત્યારે થિયેટરની આસપાસ અને બેસવાની જગ્યાએ ઝાડી ઝાંખરા ઉગી નિકળ્યા છે.આ ઉપરાંત તેની રોજ રોજ સફાઈ પણ કરવામાં આવી રહી નથી.થિયેટરની બેઠક વ્યવસ્થાની બાજુમાં જ કચરાપેટી બનાવી દેવાઈ છે અને ત્યાં કચરાના ઢગલા પડેલા જોવા મળી રહ્યા છે.
પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ફેકલ્ટીને અપાયેલી ભેટની સાચવણીની જગ્યાએ તેની ઉપેક્ષા થઈ રહી હોય તેવો સંદેશ જવાથી ફેકલ્ટીની ઈમેજને પણ નુકસાન થઈ રહ્યું છે.સત્તાધીશોએ
મેટ્રો ટ્રેન જેવા પબ્લિક ટ્રાન્સપોર્ટ પ્રોજેકટ માટે ઉદ્યોગોની રજૂઆત
પાદરા, સાવલી, વાઘોડિયા જીઆઈડીસી જવા માટેના રસ્તાઓ પર વકરતી ટ્રાફિકની સમસ્યા
એફજીઆઈના નેજા હેઠળ ઉદ્યોગોના પ્રતિનિધિઓ અને સાંસદ વચ્ચે બેઠક યોજાઈ, વડોદરાની ફ્લાઈટ કનેક્ટિવિટી વધારવાની પણ માગ
વડોદરા,શનિવાર
વડોદરાથી પાદરા, સાવલી, વાઘોડિયાની જીઆઈડીસી જવાના રસ્તાઓ પર ટ્રાફિક જામની સમસ્યા વધારે ને વધારે વકરી રહી છે.જેના કારણે હજારો ઉદ્યોગોને સહન કરવાનો વારો આવી રહ્યો છે.શહેરમાં રહેતા અને ઉપરોક્ત જીઆઈડીસીઓમાં કામ કરતા કામદારોને પણ ટ્રાફિક જામના કારણે હેરાન થવું પડે છે.
આ સંજોગોમાં ઉદ્યોગો દ્વારા પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા ઉભી કરે તેવી માગણી ઉદ્યોગો કરી રહ્યા છે.વડોદરાના ઔદ્યોગિક સંગઠન એફજીઆઈ( ફેડરેશન ઓફ ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ)દ્વારા ઉદ્યોગોના પ્રતિનિધિઓ અને વડોદરાના સાંસદ વચ્ચે ઉદ્યોગોને કનડતી સમસ્યાઓની જાણકારી આપવા માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ઉદ્યોગકારોએ ઉપરોક્ત મુદ્દે રજૂઆત કરવાની સાથે સાથે પાદરા અને વાઘોડિયા જેવા રુટ પર મેટ્રો ટ્રેન પ્રોજેકટ પર વિચારણા કરવા માટે પણ સૂચન કર્યું હતું.
સાથે સાથે ઉદ્યોગોની રજૂઆત હતી કે, ગંભીરા બ્રિજ તુટી ગયા બાદ હવે પાદરા તરફ ઉદ્યોગોમાં કામ કરવા માટે આવતા આણંદ અને ઉમેટા તરફના લોકોને ૮૦ કિલોમીટર વધારે અંતર કાપવુ પડે છે તો નવો બ્રિજ બે વર્ષ કરતા પણ ઓછા સમયમાં બનાવવા પર ધ્યાન આપવામાં આવે અને તેની સાથે ભારતીય સેનાની મદદથી ગંભીરા બ્રિજના વિકલ્પ તરીકે કામચલાઉ ધોરણે જો બ્રિજ બનાવી શકાતો હોય તો તેના પર કાર્યવાહી કરવામાં આવે.
ઉદ્યોગોએ આ બેઠકમાં ફરી એક વખત વડોદરાને વધારે ફ્લાઈટો ફાળવવામાં આવે તેવી પણ રજૂઆતકરી હતી.જોકે આ મુદ્દા પર અગાઉ પણ વારંવાર રજૂઆત કરી હોવા છતા કેન્દ્ર સરકારે ધ્યાન આપ્યું નથી.









