Get The App

કોરોના વચ્ચે DGGIના અધિકારીઓ જુના હિસાબો માટે ધંધાર્થીઓને ઓફિસે બોલાવે છે

6 થી ૮ વર્ષ જુના હિસાબો ચકાસવા અધિકારીઓ કાર્યક્ષેત્ર બહારના કરદાતા સી.એ.ને ઓફિસે બોલાવી કનડગત કરતા હોવાની ફરિયાદ

Updated: Jul 29th, 2020

GS TEAM

Google News
Google News

 સુરત,તા.29 જુલાઈ 2020 બુધવાર

એક તરફ કોરાના કાળમાં અન્ય સરકારી કચેરીઓ અડધા સ્ટાફે કે ઓનલાઈન જ ચાલી રહી છ.ેબીજી તરફ સુરત ડીજીજીઆઈ કેટલાક અધિકારીઓ પોતાના કાર્યક્ષેત્રની બહાર કરદાતા-વ્યવસાયીઓને જુના હિસાબી વ્યવહારોની ચકાસણી માટે ઓફીસ પર પ્રત્યક્ષ  બોલાવીને ખોટી કનડગત કરાતી હોઈ ઉચ્ચ સ્તરે ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે.

સુરતમાં છેલ્લાં ત્રણ ચાર માસથી કોરાના સંક્રમણ ફેલાવવાને અટકાવવા મોટા ભાગની સરકારી કચેરીઓમાં અડધા સ્ટાફથી કે વર્ક ફ્રોમ હોમથી ઓનલાઈન સુવિધાથી કાર્યવાહી કરી રહી છે. ત્યારે બીજી તરફ સુરત ડીરેકટોરેટ જનરલ ઓફ જીએસટીમાં કરદાતા વ્યવસાયી તથા સી.એ, ટેક્સ કન્સલ્ટંટને ઓફીસ પર પ્રત્યક્ષ હાજર થવાનો આગ્રહ રખાતો હોવાની બૂમ ઉઠી છે. ડીજીજીઆઈના અધિકારીઓની ટીમે જીએસટી કે ડયુટીચોરીના કેસોની કામગીરી કરવાની હોય છે છતા પોતાના કાર્યક્ષેત્રની બહાર બિલ્ડર્સ, ઉધોગપતિ, ટેક્સટાઈલ વેપારીઓ સહિતના અન્ય વ્યવસાયી વર્ગને ઇન્કમટેક્સ વિભાગની જેમ પાછલા 6 થી 8 વર્ષના હિસાબો સાથે ઓફિસે બોલાવાય રહ્યા છે.

કરદાતા વર્ગ તથા ટેક્સ પ્રેકટીશ્નર વર્ગનો મત છે કે, સુરતમાં કોરોનાના કેસો વધવા સાથે ધંધા, રોજગાર કમાણી પર અસર પડી છે  ત્યારે અધિકારીઓ ખોટી કનડગત કરી રહ્યા છે. ડીજીજીઆઈના આવા રવૈયા સામે સીબીઆઈને ફરિયાદ કરવાની તજવીજ હાથ થરાઇ છે. અત્રે નોંધનીય છે કે સુરત ડીજીજીઆઈના કેટલાક અધિકારીઓ સામે  સામે તાજેતરમાં લાખો કરોડો રૃપિયાના બોગસ બિલીગના વ્યવહારોના કેસોની તપાસ સામે પ્રશ્નો ઉઠયા છે. બોગસ બીલીંગના કેસોમાં એક યા બીજી રીતે આરોપીઓની ધરપકડ કરવાથી માંડીને કોર્ટમાં યોગ્ય પુરાવા ન રજુ કરીને આરોપીઓને જામીનની સવલત  પુરી પાડવામાં આવતી ફરિયાદો પણ ઉઠવા પામી છે.

 

Tags :