Get The App

ચકચારી તપન મર્ડર કેસના આરોપી અમઝદખાનની જામીન અરજી નામંજૂર

સીસીટીવી ફુટેજમાં આરોપીની હાજરી જોવા મળી રહી છે : કોર્ટ

Updated: Aug 8th, 2025

GS TEAM

Google News
Google News
ચકચારી તપન મર્ડર કેસના આરોપી અમઝદખાનની  જામીન અરજી નામંજૂર 1 - image

વડોદરા : સયાજી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર વિભાગ પાસેની કેન્ટીન પાસે તપન પરમારની ઘાતકી હત્યા કરવાના બનાવમાં સંડોવાયેલા આરોપી અમઝદખાન પઠાણે  જામીન અરજી મુકતા ન્યાયાધીશે આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી.

ઉલ્લેખનીય છે કે, ૧૮ નવેમ્બર ૨૦૨૪ની રાત્રે સયાજી હોસ્પિટલમાં બાબર પઠાણ સહિતના દસ જેટલા આરોપીઓએ હુમલો કરતા તેમા તપન પરમારનું મોત થયું હતું. આ બનાવમાં પોલીસે મહિલા સહિત દસ આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસ ધરપકડ બાદ હાલ જેલમાં રહેલા આરોપી અમઝદખાન હબીબખાન પઠાણે  જામીન અરજી મુકતા તેની સુનાવણીમાં સ્પે. સરકારી વકીલ એન.જે.ભાવસાર હાજર રહ્યાં હતા અને તેમણે રજૂઆત કરી હતી કે, હત્યા માટેનું જે કાવત્રુ ઘડવામાં આવ્યું તેમાં આરોપી પહેલાથી જ સામેલ હતો.

બનાવને નજરે જોનાર સાહદના નિવેદનમાં આરોપીની સ્થળ પર હાજરી હતી અને તેના વિડીયો ફુટેજ પણ છે. ગંભીર પ્રકારનો ગુનો છે અને જો જામીન આપવામાં આવશે તો ફરી ગુનો આચરશે. ન્યાયાધીશે બન્ને પક્ષની રજૂઆત સાંભળ્યા બાદ અરજદાર અમઝદખાન હબીબખાન પઠાણની જામીન અરજી રદ કરી હતી.

ચકચારી તપન મર્ડર કેસના આરોપી અમઝદખાનની  જામીન અરજી નામંજૂર

ગુનાઇત કૃત્યની સમાજ પર પડનારી અસરને જોતા જામીન આપી શકાય નહી

(પ્રતિનિધિદ્વારા) વડોદરા, બુધવાર.

સયાજી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર વિભાગ પાસેની કેન્ટીન પાસે તપન પરમારની ઘાતકી હત્યા કરવાના બનાવમાં સંડોવાયેલા આરોપી અમઝદખાન પઠાણે  જામીન અરજી મુકતા ન્યાયાધીશે આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી.

Tags :