ગ્રીન સીટીની પોકળ ગુલબાંગ વચ્ચે થલતેજમાં મ્યુનિ.ની મંજૂરી વગર લીલાછમ વૃક્ષનુ નિકંદન
નોટિસ આપી છે, વિસ્તૃત વિગત આવ્યા પછી આગળ કાર્યવાહી થશે, ગાર્ડન ડિરેકટર
અમદાવાદ,બુધવાર,19 નવેમ્બર,2025
અમદાવાદને ગ્રીન સીટી બનાવવાની પોકળ ગુલબાંગ વચ્ચે થલતેજમાં
આવેલા મ્યુનિસિપલ ગાર્ડનની બાજુમાં કોર્પોરેશનની મંજુરી વગર લીલાછમ વૃક્ષનું
નિકંદન કાઢતા વિડીયો વાઈરલ થયા હતા. કોર્પોરેશનના પાર્કસ અને ગાર્ડન વિભાગના
ડિરેકટર અમરિષ પટેલે કહયુ,હાલ
નોટિસ આપી છે.વિસ્તૃત વિગત આવ્યા પછી આગળની કાર્યવાહી કરાશે.
થલતેજ વિસ્તારમાં જય અંબેનગર સોસાયટીમાં કોર્પોરેશનની
મંજુરી વગર લીલાછમ વૃક્ષનુ નિકંદન કઢાયા પછી પણ ગાર્ડન વિભાગના અધિકારી કહે છે કે, આખા વૃક્ષ કાપ્યા
નથી માત્ર હેવી ટ્રીમીંગ કરાયુ છે.કેટલા વૃક્ષ હતા તે અંગે તેમણે કહયુ, ઉત્તર-પશ્ચિમ
ઝોનના ગાર્ડન વિભાગની ટીમનો રીપોર્ટ આવ્યા પછી સાચી વિગત જાણવા મળી શકે એમ છે.

