AMCનો નવો નિયમ: અમદાવાદ શહેરથી 10 કિમી વિસ્તારમાં રહેતા લોકોને ફટકો, ચૂકવવો પડશે વાહન વેરો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા વાહનના ટેક્સ મામલે નવા નિયમો લાગુ કર્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં નવા વાહનોની ખરીદી પર અમદાવાદ શહેર સહિત નજીકમાં રહેતા લોકોને પણ વાહન વેરો ચૂકવવો પડશે. AMCના નિર્ણય મુજબ, અમદાવાદ શહેરથી 10 કિ.મી. વિસ્તારમાં વસતા લોકોને આ નિયમો લાગુ થશે. શહેર અને ગામડાના રહેવાસી હોવાના પુરાવા રજૂ કરીને ખરીદવામાં આવતા વાહનોનો વેરો અલગ-અલગ આંકવામાં આવતો હોય છે, ત્યારે સિટીમાં રહેનારા લોકો ટેક્સથી બચવા માટે નજીકના ગામડાના પુરાવા રજૂ કરીને વેરો ચૂકવવાથી બચી જતા હતા. જ્યારે હવે AMCના નવા નિયમ મુજબ અમદાવાદ શહેરથી 10 કિ.મી.ના વિસ્તારના લોકોને વાહન વેરો ચૂકવવો પડશે.
AMC દ્વારા વાહન વેરાને લઈને નિર્ણય કર્યો છે, ત્યારે શહેરથી 10 કિ.મી.ના અંતરમાં રહેતા લોકોને હવે ટેક્સ ચૂકવવો પડશે. આ પ્રકારના નિર્ણય બાદ અમદાવાદ નજીકના ગામડાના રહેવાસીને પણ ચૂકવવાનો વારો આવી શકે છે. આમ નવા વાહન ખરીદી સમયે AMCના નવા નિયમો લાગુ થશે અને તેને અનુરુપ વાહન વેરો લેવામાં આવશે.








