૧૯૫૧માં પ્રાણી સંગ્રહાલય બનાવાયુ હતુ, અમદાવાદમાં વિવિધ પક્ષીઓ માટે વોક ઈન એવરી બનાવાશે
મોટા પાંજરા બનવાથી મુલાકાતીઓ પક્ષીઓને સારી રીતે નીહાળી શકશે
અમદાવાદ,શુક્રવાર,4 જુલાઈ,2025
વર્ષ-૧૯૫૧માં અમદાવાદમાં કાંકરિયા ખાતે પ્રાણી સંગ્રહાલય
બનાવાયુ હતુ.હવે રૃપિયા ૨૪ કરોડથી વધુના ખર્ચથી વિવિધ પક્ષીઓ માટે વોક ઈન એવરી
બનાવાશે. મોટા પાંજરા બનવાથી મુલાકાતીઓ પક્ષીઓને સારી રીતે નીહાળી શકશે.હાલ
રિક્રીએશન કમિટીએ પ્રોજેકટ અંગે ડીટેઈલ પ્રોજેકટ રીપોર્ટ તૈયાર કરવા કન્સલ્ટન્ટની
નિમણૂંક કરવા મંજુરી આપી છે.
કાંકરિયા ખાતે આવેલા પ્રાણી સંગ્રહાલય ખાતે વર્ષો અગાઉ
પક્ષીઓ માટે બનાવવામા આવેલા પાંજરાનાના છે. પક્ષીઓ ઉંચે સુધી ઉડી શકતા નથી.
મુલાકાતીઓ પક્ષીઓને બરોબર નીહાળી શકતા નથી.પાંજરાઓની જાળી અને સળીયા કાટ ખાઈ ગયા
છે.પ્રાણીસંગ્રહાલય ખાતે પક્ષીઓ માટે વોક ઈન એવરી બનાવવા ડીટેઈલ પ્રોજેકટ રીપોર્ટ
તૈયાર કરવા અને ડીઝાઈન તૈયાર કરવા જૈન એન્ડ એસોસિએટસને પ્રોજેકટ કોસ્ટના ૨.૫ ટકા
લેખે રુપિયા ૬૦ લાખ ઉપરાંત જી.એસ.ટી.ચૂકવાશે.મોટા પાંજરા બનવાથી મુલાકાતીઓ
પક્ષીઓને સારી રીતે નીહાળી શકશે.પક્ષીઓના બચ્ચા થવાથી અન્ય ઝૂમાંથી અમદાવાદ ઝૂને
નવા પક્ષી મળી રહેશે.