Get The App

VIDEO: અમદાવાદના 16 ઓવરબ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધ મૂકાશે, હાઇટ બેરિયર લગાવાશે

Updated: Dec 12th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO: અમદાવાદના 16 ઓવરબ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધ મૂકાશે, હાઇટ બેરિયર લગાવાશે 1 - image


પ્રતિકાત્મક તસવીર

Ahmedabad Over bridges : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના 16 ઓવરબ્રિજ પરથી ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મૂકવામાં આવશે. બ્રિજ પરથી ભારે વાહનો પસાર ન થયા તે માટે AMC દ્વારા રિસ્ટ્રીક્ટેડ હાઇટ બેરિયર લગાવાશે. આમ તમામ 16 બ્રિજ પર રૂ. 2.49 કરોડના ખર્ચે બેરિયર લગાવવાની કામગીરી કરવામાં આવશે. 

ટ્રાફિકમાં થશે રાહત: ઓવરબ્રિજ પર હાઈટ બેરિયર્સ મુકાશે

શહેરમાં ભારે વાહનોના અનિયંત્રિત પ્રવેશને અટકાવવા અને બ્રિજને નુકસાન થતું રોકવા માટે હાઈટ બેરિયર્સ (ઊંચાઈ પ્રતિબંધક) મૂકવાની કામગીરી શરૂ કરવામાં આવશે. જે 16 બ્રિજનો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે, તે સર્વે રિપોર્ટના આધારે પ્રાથમિકતા નક્કી કરવામાં આવશે.

જે બ્રિજ પર પીક અવર્સ (વ્યસ્તતમ સમયગાળા) દરમિયાન સૌથી વધુ ટ્રાફિકનું ભારણ નોંધાયું હશે, તેના પર સૌપ્રથમ હાઈટ બેરિયર્સ મૂકવાની કામગીરી હાથ ધરાશે. ત્યાર બાદ, ટ્રાફિકની જરૂરિયાત અને ભારણના ક્રમ અનુસાર તબક્કાવાર અન્ય બ્રિજ પર પણ હાઈટ બેરિયર્સ મૂકવાની કાર્યવાહી કરવામાં આવશે. આ નિર્ણયથી બ્રિજ પર મોટા અને ભારે વાહનોનો પ્રવેશ અટકશે, જે ટ્રાફિકને નિયંત્રિત કરવામાં અને બ્રિજની સુરક્ષા જાળવવામાં મદદરૂપ થશે.

રોડ કમિટીના ચેરમેને શું કહ્યું?

AMCના રોડ કમિટીના ચેરમેન જયેશ પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરના જૂના બ્રિજો પરથી ટ્રક સહિતના ભારે વાહનોની અવર-જવરને પગલે બ્રિજ પર હાઈટ બેરિયર લગાવવા મામલે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હતી. નદી ઉપરના જૂના બ્રિજ, રેલવે બ્રિજ તેમજ ફ્લાય ઓવર બ્રિજ ઉપર બેરિયર લગાવવામાં આવશે. બ્રિજ પરથી પસાર થતાં લોડિંગ વાહનોને ધ્યાનમાં રાખીને બેરિયર લગાવવાની કામગીરી હાથ ધરાશે. જેને લઈને હાલ બિડ મુજબ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.

આ પણ વાંચો: અમદાવાદના સાયન્સ સિટીના કોમ્પ્લેક્સમાં ભીષણ આગ, ફસાયેલા 50થી વધુ લોકોનો બચાવ કરાયો

16 ઓવરબ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધ મૂકાશે

AMC દ્વારા શહેરના 16 બ્રિજ પરથી ભારે વાહનો પસાર થવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. બ્રિજ પરથી ભારે અને ઓવરલોડેડ વાહનો પરિવહન ન કરે તે માટે હાઇટ બેરિયર લગાવવામાં આવશે. તેમજ બ્રિજની લોડિંગ વહન કરવાની ક્ષમતા દર્શાવતા ડિઝાઈન કેપસિટી અંગેના ઈન્ફોરમેટરી સાઈન બોર્ડ લગાવાશે. તંત્રએ આ બ્રિજનું લિસ્ટ જાહેર કર્યુ છે. 

રિસ્ટ્રીકટેડ હાઇટ બેરિયર બનાવવાના થતાં બ્રિજોની વિગત
ક્રમબ્રિજનું નામપહોળાઈબનાવ્યા વર્ષબ્રિજનો પ્રકારહાઇટ બેરિયરની સંખ્યા
1કાલુપુર રેલવે ઓવરબ્રિજ (મનુભાઈ પરમાર બ્રિજ)12.551875રેલવે ઓવરબ્રિજ2
2સરદાર પટેલ બ્રિજ-જૂનો9.551940રેિવર બ્રિજ1
3મહાત્મા ગાંધી બ્રિજ -જૂનો10.551942રેિવર બ્રિજ1
4નહેરુબ્રિજ15.861962રેિવર બ્રિજ2
5પરીક્ષિત મજમુદાર બ્રિજ11.731968રેિવર બ્રિજ2
6સુભાષ બ્રિજ12.851973રેિવર બ્રિજ2
7બાબુ જગજીવનરામ રેલવે ઓવરબ્રિજ (ગીરધરનગર)11.151985રેલવે ઓવરબ્રિજ2
8બાબા સાહેબ આંબેડકર રેલવે ઓવરબ્રિજ-ચામુંડા13.751990રેલવે ઓવરબ્રિજ2
9ચીમનભાઈ પટેલ રેલવે ઓવરબ્રિજ15.51994રેલવે ઓવરબ્રિજ2
10કેડિલા રેલવે ઓવરબ્રિજ281996રેલવે ઓવરબ્રિજ2
11નાથાલાલ ઝઘડા રેલવે ઓવરબ્રિજ10.851998રેલવે ઓવરબ્રિજ2
12સરદાર પટેલ બ્રિજ વાઇડનિંગ-નવો9.42000રિવર બ્રિજ1
13ચાંદલોડિયા રેલવે ઓવરબ્રિજ-પંડિત દિનદયાલ16.52000રેલવે ઓવરબ્રિજ2
14સ્વામી વિવેકાનંદ બ્રિજ વાઇડનિંગ-નવો202001રિવર બ્રિજ2
15મહાત્મા ગાંધી બ્રિજ વાઇડનિંગ-નવો10.42001રિવર બ્રિજ1
16શ્યામાપ્રસાદ મુખર્જી રેલવે ઓવરબ્રિજ-જીવરાજ બ્રિજ19રેલવે ઓવરબ્રિજ2