Get The App

અમદાવાદના અમરાઈવાડીમાં સ્લમ ક્વાર્ટર્સમાં ગેલેરીનો ભાગ ધરાશાયી, 3 લોકોને ઈજા, 15 લોકોનું રેસ્ક્યૂ

Updated: Nov 13th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદના અમરાઈવાડીમાં સ્લમ ક્વાર્ટર્સમાં ગેલેરીનો ભાગ ધરાશાયી, 3 લોકોને ઈજા, 15 લોકોનું રેસ્ક્યૂ 1 - image

Ahmedabad News: અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં ગુરૂવારે (13 નવેમ્બર) દુર્ઘટના બની છે. સંત વિનોબાનગર નજીક સુખરામનગરમાં AMCના સ્લમ ક્વાર્ટર્સમાં 17 નંબરના બ્લોકમાં ગેલેરીનો એક ભાગ ધરાશાયી થયો હતો. જેમાં નીચે ઉભેલા ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.

ગેલેરીનો ભાગ ધરાશાયી થથાં 10થી 15 લોકો ક્વાર્ટર્સમાં ફસાયા હતા. જેમને રેસ્ક્યૂ કરવા માટે ફાયર વિભાગની ટીમ દોડી ગઈ હતી. ફાયર વિભાગની ટીમે સીટીઓની મદદથી તમામને રેસ્ક્યૂ કર્યા હતા. જણાવી દઈએ કે, મનપા દ્વારા ક્વાર્ટર્સને ખાલી કરવા માટેની નોટિસ ફટકારાઈ ચૂકી છે, તેમ છતાં હજુ પણ લોકો અહિ વસવાટ કરી રહ્યા છે.