Get The App

અમદાવાદમાં 9 હૉસ્પિટલો સીલ કરાઈ, BU પરમિશન ન હોવાથી AMCની કાર્યવાહી, જુઓ યાદી

Updated: Dec 3rd, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં 9 હૉસ્પિટલો સીલ કરાઈ, BU પરમિશન ન હોવાથી AMCની કાર્યવાહી, જુઓ યાદી 1 - image


List of 9 hospitals sealed in Ahmedabad : AMC દ્વારા જાહેર સલામતી અને નિયમનું પાલનના કરતી હૉસ્પિટલ સામે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. BU પરવાનગી મેળવ્યા વિના વપરાશ ચાલુ રાખનાર કુલ 9 હૉસ્પિટલોને સવારે સીલ કરી દેવામાં આવી છે. આ હૉસ્પિટલોને અગાઉ નોટિસ અને મૌખિક સૂચનાઓ આપવા છતાં નિયમિતતા ન કરાવતાં AMCએ આ પગલું ભર્યું છે.

AMCના દક્ષિણ પશ્ચિમ ઝોનના હદ વિસ્તારમાં આવેલી આ હૉસ્પિટલોને બાંધકામની નિયમાનુસાર BU મેળવી લેવા તેમજ ગુજરાત રેગ્યુલરાઇઝેશન ઑફ અનઓથોરાઇઝ્ડ ડેવલપમેન્ટ ઍક્ટ-2022 (GRUDA-2022) હેઠળ બાંધકામ નિયમિત કરાવી લેવા માટે અગાઉ નોટિસ પાઠવવામાં આવી હતી. આ ઉપરાંત, કોર્પોરેશન દ્વારા વારંવાર મૌખિક સૂચનાઓ પણ આપવામાં આવી હતી.

જોકે, આ હૉસ્પિટલોના સંચાલકો દ્વારા વપરાશ પરવાનગી મેળવી લીધી હોય કે બાંધકામ નિયમિત કરાવી લીધું હોય તે અંગેના કોઈ અધિકૃત પુરાવા રજૂ કરવામાં આવ્યા નહોતા અને તેમ છતાં તેઓ દ્વારા હૉસ્પિટલનો વપરાશ ચાલુ રાખવામાં આવ્યો હતો. આ બેદરકારીને કારણે અને જાહેર સલામતીના ભાગરૂપે, AMC દ્વારા કડક કાર્યવાહીના ભાગરૂપે આ 9 હૉસ્પિટલોને આજે સીલ કરવામાં આવી છે.

આજે સવારે સીલ કરવામાં આવેલી 9 હૉસ્પિટલોમાં સરખેજ, મક્તમપુરા, જુહાપુરા અને સાઉથ બોપલ વિસ્તારનો સમાવેશ થાય છે. મુખ્યત્વે મક્તમપુરા અને જોધપુર-2 વિસ્તારની હૉસ્પિટલો પર તવાઈ આવી છે.

33-સરખેજદેવપુષ્પ મેટરનીટી  એન્ડ નર્સિંગ હોમ, ગજરાજ કોમ્પ્લેક્ષ, સરખેજ
34-મક્તમપુરામુસ્કાન મેટરનીટી હોમ, ગુલમોહર સોસાયટી, મક્તમપુરા
34-મક્તમપુરાનૌશીન હૉસ્પિટલ, મક્તમપુરા
34-મક્તમપુરારિયાઝ હૉસ્પિટલ, રોયલ અકબર ટાવર પાસે, જુહાપુરા
34-મક્તમપુરાહેપ્પીનેસ્ટ ચીલ્ડ્રન હૉસ્પિટલ, યુનીડ ફ્લેટ, વિશાલા સર્કલ
જોધપુર-2સફલ મલ્ટીસ્પેશિયાલીટી હૉસ્પિટલ, સાઉથ બોપલ
જોધપુર-2મમતા હૉસ્પિટલ, સાઉથ બોપલ
જોધપુર-2આસના ઓર્થોપેડીક હૉસ્પિટલ, સાઉથ બોપલ
જોધપુર-2દ્વારિકા હૉસ્પિટલ, સાઉથ બોપલ


Tags :