Get The App

એ.એમ.સી.ના અધિકારીઓ બાઉન્સરના ભરોશે, દસ વર્ષમાં સિકયુરીટી, બાઉન્સર પાછળ ૨૪૪ કરોડનું આંધણ કરાયુ

પ્રજાના આક્રોશથી બચવા સિકયુરીટી અને બાઉન્સરનો સહારો લેવો પડતો હોવાનો આક્ષેપ

Updated: Jul 17th, 2025

GS TEAM

Google News
Google News

   એ.એમ.સી.ના અધિકારીઓ બાઉન્સરના ભરોશે, દસ વર્ષમાં સિકયુરીટી, બાઉન્સર પાછળ ૨૪૪ કરોડનું આંધણ કરાયુ 1 - image  

  અમદાવાદ,ગુરુવાર,17 જુલાઈ,2025

પ્રજાને પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ ગયેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સિકયુરીટી અને બાઉન્સરના ભરોષે હોવાનુ જોવા મળી રહયુ છે.દસ વર્ષમાં સિકયુરીટી ,બાઉન્સર વિવિધ સ્થળે મુકવા પાછળ રુપિયા ૨૪૪ કરોડનું આંધણ કરવામાં આવ્યુ છે.તંત્રની નિષ્ફળતાના કારણે પ્રજાના આક્રોશથી બચવા સિકયુરીટી અને બાઉન્સરનો સહારો લેવો પડતો હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે.

કોર્પોરેશન દ્વારા કાંકરિયા લેકફ્રન્ટ, સાબરમતી રિવરફ્રન્ટ, સાત ઝોનના બિલ્ડિંગ ઉપરાંત  ગાર્ડન જેવી જગ્યાઓ ઉપર બાર જેટલી વિવિધ સિકયુરીટી એજન્સીઓ પાસેથી ૧૮૫૧ જેટલા સિકયુરીટી અને બાઉન્સરની સેવા લેવાઈ રહી છે.વિપક્ષનેતાએ આક્ષેપ કરતા કહયુ,સિકયુરીટી અંગેના બહાર પાડવામાં આવતા ટેન્ડરમાં શાસકપક્ષની મળતીયા એજન્સીઓને કોન્ટ્રાકટ મળી જાય એ પ્રમાણેની શરત રાખવાનો કારસો રચવામા આવતો હોય છે.જેથી લાગતા વળગતા જ ટેન્ડર ભરી શકે.સિકયુરીટી અને બાઉન્સર મુકવા માટે કરવામા આવતા ટેન્ડરની શરતો એકસરખી રાખવામા આવતી નથી.આ કામગીરી બીજી કોઈ સંસ્થા કરી ના શકે તેવા ટેન્ડરમાં કરવામા આવતા ષડયંત્રના કારણે કોર્પોરેશનને મોટુ આર્થિક ભારણ વેઠવુ પડી રહયુ છે.

મ્યુનિસિપલ કમિશનરથી  મેયર કચેરી  બહાર બાઉન્સર તૈનાત કરાયા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ ખાતે આવેલી મુખ્ય કચેરીના સી-બ્લોકમાં  પ્રવેશવાના મુખ્ય દરવાજાથી લઈ મ્યુનિસિપલ કમિશનર અને મેયર કચેરી બહાર બાઉન્સર તૈનાત કરી દેવાયા છે.સામાન્ય લોકોને તેમની મુશ્કેલી,ફરિયાદના ઉકેલ માટે ફરિયાદ કે રજુઆત કરવી હોય તો પણ અનેક પ્રકારના પ્રશ્નો પુછી કમિશનર કે મેયરને મળવા જવા દેવામાં આવતા નથી.આ  સ્થિતિ મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ હોસ્પિટલોમાં જોવા મળી રહી છે.પ્રજાના કામ કરવા અધિકારીઓ કે પદાધિકારીઓ સિકયુરીટી અને બાઉન્સરના સહારે ફરજ બજાવી રહયા છે.

સિકયુરીટી,બાઉન્સર પાછળ કયા વર્ષમાં કેટલી રકમ ચૂકવાઈ?

વર્ષ    ચૂકવાયેલ રકમ(કરોડમાં)

૨૦૧૫-૧૬  ૧૬.૩૨

૨૦૧૬-૧૭  ૧૫.૩૬

૨૦૧૭-૧૮ ૧૬.૧૫

૨૦૧૮-૧૯ ૧૫.૪૪

૨૦૧૯-૨૦ ૧૩.૮૭

૨૦૨૦-૨૧ ૩૧.૬૬

૨૦૨૧-૨૨ ૩૭.૩૯

૨૦૨૨-૨૩ ૩૪.૯૩

૨૦૨૩-૨૪ ૪૪.૧૦

૨૦૨૪-૨૫ ૧૯.૫૭

Tags :